છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે ગત વરસાદ દરમિયાન ઓરસંગ નદી કિનારે આવેલ વર્ષો જૂના વડની બાજુમા માટી ધોવાણ થઈ જતા ગામની શોભા વધારતો ઓઢર બાવાના નામે ઓળખાતો વડ જમીનદોસ્ત થઇ જતા ગામમાં ભારે શોકનો માહોલ છવાયો હતો
જબુગામ ગામની આન બાન શાન એવા વડ જેને ઓઢર બાવા ના નામે પણ ઓળખાય છે તે પાણીના કારણે ધોવાણ થઈ ધરાસાઈ થયો હતો જેને લઈ ગામના યુવાનો એક મુહીમ ચલવી અને ફરી વડને જીવતદાન ઊભો કરવા માટે એકત્રિત થઈ આયોજન કરવામાં આવ્યું
જેમાં દરેકના વિચારો ભેગા કરી અને મોટી ક્રેન દ્વારા ઉભો થશે એવું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ અંદાજે 150 થી 200 ટન ની ક્રેન મંગાવી વડ ઊભો કરવાની કામગીરી કરવામાં આવી જેને ગામના તમામ સમાજના લોકો ભેગા થઈ કામગીરી કરી છેલ્લા ચાર પાંચ દિવસથી ગામના યુવાનો દ્વારા માટી એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં ગામના હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકોની ટ્રક વડે અને ટ્રેક્ટર વડે આસપાસ થી પૂરાણ કરવા માટે માટીનો જથ્થો ભેગો કરવામાં આવ્યો અને સેવા આપવામાં આવી
અને સાથે જબુગામ માં આવેલ રેતીના લીઝ હોલ્ડરો દ્વારા પણ આર્થિક સહાય કરવામાં આવી અને ગામના આગેવાનો દ્વારા પણ ફંડ ફાળો આપવામાં આવ્યો જબુગામના સમગ્ર ગ્રામજનો ભેગા મળી આ વડ ઉભો કરવાની કામગીરી કરવામા આવી છે ત્યારે ફરી એક વખત વડ ને ઊભો કરવા ભારે જહેમત ઉઠાવી હતી
સુલેમાન ખત્રી: છોટાઉદેપુર
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8