Author: 1nonlynews
જો તમે ક્યારેય બિલાડીને(cat) દિવાલ કે અન્ય કોઈ ઉંચી જગ્યા પરથી પડતી જોઈ હોય તો સંભવ છે કે તમે જોયું જ હશે કે પડી ગયા પછી પણ બિલાડી(cat) ખૂબ આરામથી ઊભી થઈને આગળ વધે છે. બીબીસીના અહેવાલ મુજબ અમેરિકામાં એક બિલાડી એપાર્ટમેન્ટના 19મા માળેથી પડીને પણ બચી ગઈ હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે બિલાડીઓ આટલી ઊંચાઈએથી પડી ગયા પછી પણ કેવી રીતે જીવિત રહે છે? ભૌતિકશાસ્ત્ર, ઉત્ક્રાંતિ અને શરીરવિજ્ઞાનની રમત બિલાડીઓ ઊંચા સ્થાનો પરથી પડીને કેમ બચી જાય છે? પશુચિકિત્સકો અને જીવવિજ્ઞાનીઓ કહે છે કે જવાબ ભૌતિકશાસ્ત્ર, ઉત્ક્રાંતિ અને શરીરવિજ્ઞાનમાં રહેલો છે. વર્જિનિયા ટેક યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ…
આ પૃથ્વી(earth) પર એવી ઘણી જગ્યાઓ છે જે એકદમ જાદુઈ લાગે છે. અહીં બનતી ઘટનાઓ એવી છે કે તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાનો અંત પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે દુનિયા અહીં જ ખતમ થાય છે. આ જગ્યાને જાદુઈ બનાવે છે તે સૌથી મોટી વસ્તુ અહીંનું હવામાન અને વાતાવરણ છે. અહીં આખા 6 મહિના સુધી સૂર્ય ઉગતો નથી એટલે કે બધે અંધારું છે અને પછી 6 મહિના સુધી સૂર્ય આથમતો નથી એટલે કે રાત નથી. આવો જાણીએ આ જાદુઈ સ્થળ વિશે. આ જગ્યા ક્યાં છે? અમે…
Karnataka CM Race: કર્ણાટકના આગામી સીએમની પસંદગી માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ડીકે શિવકુમારે(DK Shivakumara) કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણયને માન્ય રાખ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે તે ડીકે(DK Shivakumara)ને કરાયેલી ઓફર માટે તૈયાર નથી. ડીકેને ડેપ્યુટી સીએમ અને 6 મંત્રાલયની ઓફર કરવામાં આવી છે. શિવકુમારના સમર્થકોએ સૂત્રોને જણાવ્યું કે શિવકુમાર સીએમ પદથી ઓછા કંઈપણ માટે તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર જો મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પણ અઢી વર્ષ માટે આવે છે તો શિવકુમારને(DK Shivakumara) તેના પર મક્કમ જાહેરાતની જરૂર છે. બુધવારે (17 મે) રાહુલ ગાંધી(rahul gandhi ) અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને(mallikarjun kharge) મળ્યા પછી, ડીકે…
મહેસાણા જિલ્લાના એક ગામના અનુસૂચિત જાતિના લોકોએ પાટીદાર સમુદાય દ્વારા આયોજિત તહેવાર દરમિયાન જાતિ ભેદભાવનો આક્ષેપ કર્યો છે જ્યાં તેમના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટીદાર સમાજના આગેવાનોએ આરોપોને નકારી કાઢ્યા છે જ્યારે સ્થાનિક સત્તાવાળાઓ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા સામાજિક ન્યાય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવાર અને સોમવારે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં આયોજિત તહેવારની વ્યવસ્થા અંગેના વિવાદને પગલે બે સમુદાયના સભ્યો વચ્ચે બેઠકો યોજવામાં આવી હતી. ભટારિયા ગામના દલિત સમુદાયના સભ્યોએ દાવો કર્યો હતો કે ઉમિયા માતા અને મહાદેવ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ નિમિત્તે પાટીદાર સમુદાય દ્વારા આયોજિત રાત્રિભોજનમાં તેમને અલગથી બેસવાનું કહેવામાં આવ્યું હતું,…
જિલ્લા કલેકટર અમિત અરોરાએ રાત્રિસભામાં ગ્રામજનોના પ્રશ્નોને સાંભળ્યા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ગામે તા.૧૬ મે, ૨૦૨૩ ના રોજ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અગાઉના છેલ્લા ૧૦(દસ) દિવસ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓએ તેઓના વિભાગ હેઠળ આવતી સરકારશ્રીની વિવિધ વ્યક્તિગત યોજનાઓનો લાભ આપવાનો બાકી હોય તેવા લાભાર્થીઓના ફોર્મ/અરજીઓ મેળવી તેઓને લાભો/સહાય આપવાની કામગીરી કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોની કચેરીઓ દ્વારા ગામમાં જે પણ કાંઈ મિલ્કત આવેલ હોય જેવી કે ગામ તળાવ, ચેકડેમ, કેનાલ, સ્ટ્રીટ લાઈટ, અન્ય બાંધકામો વગેરેની સાફ સફાઈ તથા…
ગત અઠવાડિયે મળી ગયેલ ગુજરાત સ્ટેટ Boxing એસો. ની વાર્ષિક સામાન્યસભામાં એસો. ના ટ્રેઝ૨૨ Manish Makvanaને એસો. ના વર્કિંગ પ્રેસીડેન્ટનો વધારાનો ચાર્જ સર્વાનુમતે આપવામાં આવેલ છે. એસો. ના હાલના પ્રમુખને પરદેશ જવાનું હોવાથી તથા તેઓની અન્ય જવાબદારીઓના કારણે સમય આપી શકે તેમ ના હોવાથી તેમની જવાબદારી મનીષ મકવાણાને સોંપવામાં આવી છે. જેઓ આગળની ટુર્નામેન્ટો, કોચીંગ કેમ્પ, ગુજરાતની ટીમને નેશનલમાં મોકલવાની, રાજ્ય સરકારમાંથી આર્થિક સહાય મેળવવાની જવાબદારી સંભાળશે. મનીષ મકવાણા પોતે પણ એક સારા બોક્સર હતાં જેઓએ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે તથા ગુજરાતમાં હાલમાં યોજાઇં ગયેલ ૩૬મી નેશનલ ગેઇમ્સની બોક્સીંગની સ્પર્ધાના આયોજનની મહત્વની જવાબદારી સફળતા પૂર્વક બજાવેલ છે. તેમના આ…
· નાનામોટા દરેક શહેરી વિસ્તારમાં રખડતી ગાય અને આખલાનો ત્રાસ જોવા મળે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ગાય આખલાને પકડવા માટે અવારનવાર ટીમ આવતી હોય હે. અને રોડ રસ્તા પાર રાહદારીઓને હેરાન કરતી ગાય અને આખલાને પકડી લઇ જતી હોય છે. પરંતુ ઘણીવાર આરીતે લઇ જવામાં આવતી ગાય અને આખલાને બહુજ ખરાબ હાલતમાં રાખવામાં આવે છે. ગાય ને માતાનો દરજ્જો હિન્દૂ ધર્મમાં આપવામાં આવ્યો છે. પરંતુ આ પકડેલી ગાયોને બહુ ખરાબ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા રોડ પરથી પકડેલા આખલાને તડકામાં લોખંડના ડબ્બામાં પુરી રાખવામાં આવે છે. રોડ પરથી પકડેલા આખલાને પાણી ધાસચારા વિના પોસ્ટ ઓફીસ પાછળ સ્મશાન પાસે…
વિદ્યા દાન મહાદાન: શ્રી મિનેષભાઈ પટેલ (પેઢામલીવાળા) વિજાપુર કાંઠા વિભાગના પ્રમુખ અને ગુજરાત મોઢ પાટીદાર સમાજના પ્રમુખ અને સામાજિક સેવાભાવી અને ઘણા વર્ષોથી સમાજમાં વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરે છે. સમાજમાં અગ્રણી તરીકે ઘણી સારી સેવાઓ આપી છે. આ સેવા કાર્યમાં તેમની સાથે સમાજના અગ્રણી એવા ભાવેશ ભાઈ પટેલ(મૂળે ડભોડા ગામ) જે ગુજરાત હાઇકોર્ટમાં વકીલ તરીકે સેવા આપે છે તે પણ જોડાયા છે. અને બંને દ્વારા સંયુક્ત રીતે સમાજના બાળકોના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિનેષ બિલ્ડકોન અને મિનેષ એન્ટરપ્રાઇઝના પ્રણેતા શ્રી મિનેષ પટેલ અને ભાવેશભાઈ પટેલ એડવોકેટ દ્વારા શ્રી મોઢ પાટીદાર સમાજના બાળકોના…
હાલોલ બાયપાસ રોડ આવેલ ગર્લ્સ હોસ્ટેલમાંથી મળી આવ્યો મૃતદેહ ઘોંઘબા તાલુકાના ૧૮ વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો @mitul shah, godhara હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ એમ.જી.ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 18 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તેની રૂમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાંવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગેની જાણ હાલોલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને નીચે ઉતારી પ્રાથમિક પ્રક્રિયા હાથધરી તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના…
વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર દિવસ સુધી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ ઇન્સ્પેક્શન હાથ ધરેલ જેમાં જુદા જુદા ગામો ની મુલાકાત લઈ લોકો સાથે લોક સંવાદ યોજાયો હતો રાપર પોલીસ મથકે સીનિયર સિટીઝન અને બુઝુર્ગ લોકો સાથે સંવાદ યોજાયો હતો સીનિયર સિટીઝન અને પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ લોંદ્રાણી કુડા થઈ આઝાદી પહેલાં ના માર્ગે પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ જીરો પોઇન્ટ ખાતે બીએસએફ ના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સુરક્ષા સેતુ અન્વયે બેઠક યોજાઈ હતી પાકિસ્તાન…