Author: 1nonlynews

@પી.ડી ડાભી તળાજા Bhavnagar જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ દારૂ, જુગાર, ગેરકાયદેસર નાણા ધીરાણ કરી લોકો પાસેથી ઉંચા દરે વ્યાજ વસુલવા જેવી બાબતોમાં મારામારી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને જાહેર જનતાની સાથે મારામારી કરી લોકોમાં ભય ફેલાય તેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા કરવામાં આવેલ હતી. જે અનુસાર ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના તથા મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઈસમોની સામે PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ) હેઠળ પગલા લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ…

Read More

The Kerala Story ફિલ્મને લઇ અનેક વિવાદ સામે આવી ચુક્યા છે. પરંતુ ફિલ્મમાં બતાવવામાં આવેલી સ્ટોરી અને સંવાદમાં ક્યાંક તો સત્ય છે. શું તમે બાળકોને ધાર્મિક સંસ્કાર આપ્યા છે. પ્રભુ ભક્તિ શીખવી છે. ઘરમાં રામાયણ કે ગીતા છે. પરંતુ ક્યારેય બાળકો સાથે બેસી તેનું પઠન કર્યું છે. ગુડ મોર્નિંગ અને હાય અને બાય કહેતા શીખવાડ્યું, પરંતુ જાય શ્રી કૃષ્ણ કે જાય શ્રી રામ નું મહત્વ સમજાવવાનું ભૂલી ગયા છો. અને પરિણામ આ ફિલ્મ સ્પષ્ટ દર્શાવી રહી છે. તેથી આપણે સ્વીકારવું જોઈએ કે આપણા ધર્મ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્ર માટે આપણે પોતે પણ જવાબદાર છીએ. ફિલ્મના ડાયલોગમાં એક યુવતી પણ તેના…

Read More

ભાવનગરમાં તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે, ભાવનગર ખાતે ક્લસ્ટરબેઝ તાલીમનું પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આયોજન કરવામાં આવેલ છે ભાવનગર જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વધારેમાં વધારે ખેડૂતો અપનાવે તે માટે જિલ્લામાં ક્લસ્ટરબેઝ તાલીમનું આયોજન કરવા આવેલ છે. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રશિક્ષક (ફાર્મર માસ્ટર ટ્રેનર) તરીકે કામગીરી કરવા માટે સરકારશ્રીના નિયમોનુસાર પસંદગી પ્રક્રીયા માટે તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સમય- સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, ખાતે આધાર પુરાવા સાથે હાજર રહેવા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માની કચેરીની યાદીમાં જણાવવામાં આવેલ છે. @અહેવાલ પી.ડી ડાભી તળાજા ભાવનગર

Read More

pradhan mantri awas yogna એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા હકુબેન મહેન્દ્રભાઇ કંટારિયા. હીરા ઉદ્યોગમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા કંટારિયા પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે. શ્રીમતિ હકુબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં પ્લોટ હોવા છતાં પાકું ઘર બનાવવા મૂડી ના હોવાને લીધે પાકું મકાન બનાવી શકતા નહોતા, તેમના પતિ શ્રી મહેન્દ્રભાઇની ઓછી આવક, નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું. તેમના પરિવારના સભ્યોમાં તેમની ૨…

Read More

મહેસાણાનાં ભાન્ડું ગામ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં ઈકો ચાલક રાહદારી મહિલા અને બાળકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યારે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ભાન્ડુ પાસે વારંવાર અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ત્યારે આ બાબતે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાધ ધરી છે. મહેસાણાનાં ભાન્ડુ પાસે થયેલ અકસ્માત મામલે સમગ્ર ઘટનાની સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે પરિવારને અડફેટે લીધો હતો. કારની અડફેટે બે વ્યક્તિનાં મૃત્યું થયા હતા. જ્યારે એક બાળકને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. સીસીટીવીમાં 2 બાળકો અને મહિલાને 15…

Read More

@શ્રીકાંત પટેલ, મોરબી મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં નવી પાણી પુરવઠા યોજના તાત્કાલિક ચાલુ કરવા માટે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકી જીગ્નેશભાઈ કૈલાએ રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખીને જણાવ્યું છે કે મહેન્દ્રનગર ગામ તેમજ આજુ-બાજુના ગામોમાં પાણીની મોટી સમસ્યા છે. જેનું નિવારણ સરકારની નવી પાણી પુરવઠા યોજના દ્વારા લાવી શકાય છે. છતાં આજદિન સુધી આ યોજના શરૂ ન થવાને અંદાજે ૧૦૦૦૦૦થી પણ વધુ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભર ઉનાળે તમામ નાગરિકોને પાણીની સમસ્યા સહન કરી રહયા છે. જેથી આ બાબતે નવી પાણી પુરવઠા યોજના તાત્કાલીક અને યુદ્ધના ધોરણે શરૂ કરી મહેન્દ્રનગર તેમજ આજુ-બાજુના…

Read More

@શ્રીકાંત પટેલ મોરબી દેશમાં નહીં નમવાની અટંકી ટેક ના કારણે રાન રાન રખડ્યા ભટક્યા પણ અકબર ને નમ્યા નહીં તેવા મેવાડના મહારાણા પ્રતાપનો આજે જન્મદિવસ હોય આજે મોરબીમાં જય માતાજી ગ્રુપના યુવાનો દ્વારા રોડ પર આવતા જતા લોકોને ઠંડા શરબત પીવાનું વિતરણ કર્યું હતું. લોકોમાં આજે દેશ દાઝ ની ભાવના જાગૃત રહે અને દેશમાં મહારાણા પ્રતાપ જેવા અટંકી રાજાઓની છબી લોકોના માનસમાં છવાઈ રહે તેવા એક ઉદાત ભાવનાથી નવા બસ સ્ટેન્ડ પાસે મંડપ નાખીને આવતા જતા લોકોને શરબતનું વિતરણ કરી રહ્યા હતા.

Read More

(રીપોર્ટ:-શ્રીકાંત પટેલ મોરબી) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા ૮૦ લાખથી વધુ રૂપીયાની ઉંચાપાત કરીને ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની કલંકિત કરતી ઘટના સામે આવી છે. ખુલ્લેઆમ ઠંડા કલેજે ઓન રેકોર્ડ આચરાયેલા ભ્રષ્ટાચાર ની જાણ જિલ્લા પંચાયત ને થતાં સમિતિ રચીને તપાસ શરૂ કરવામાં આવેલ પણ તેના નકર પરિણામ સામે આવ્યા ન હતા. શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટનાની જાણ ગાંધીનગર પહોંચતા આ મામલામાં કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ છુટતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિત અનેક રીતે ગેરરીતિ આચરનારા એક શિક્ષક, એક સીઆરસી શિક્ષકના પત્ની સહિત ડમી નામો સામે આવતા કાયદાકીય પગલા તોળાઈ રહ્યા છે.…

Read More

પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગ ઉંઘતું હોય તે રીતે ખાણખનીજ વિભાગે કરવાની કામગીરી પોલીસ તંત્ર કરતું હોવાનું સામે આવ્યું શહેરા તાલુકામાંથી બેફામ ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી હોય તેવું જણાય છે. @રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાના ઉમરપુર આંબાજેટી પાસે પસાર થતી કુણ નદીમાં પાછલા કેટલાક મહિનાઓથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાને લઈને પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે અહી કાર્યવાહી હાથધરી હતી. નદીના પટ માંથી પોલીસ અને ખાણ ખનીજ વિભાગએ જે.સી.બી.મશીન ને પકડી પાડીને રૂપિયા 20લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ખાણ ખનીજ વિભાગ ના માઇન્સ સુપરવાઇઝર ના જણાવ્યા અનુસાર રાજેશ ઉર્ફે લાલા ભરવાડના…

Read More

શહેરા પોલિસે તાલુકાના ધામણોદ ગામના એક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો @ રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાના ધામણોદ ગામના ઠાકરીયા ફળિયામાં આવેલા એક રહેણાંક ઘર માં છુપી રીતે દારૂનું વેચાણ થતુ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે માહિતી ના આધારે બુટલેગર પ્રભાત માલીવાડના ઘરે રેડ કરીને કાર્યવાહી હાથધરી હતી. પોલીસને ઘરની અંદરના રૂમમાંથી છુપાઈ રાખેલ રૂપિયા 36 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવવા સાથે બુટલેગર પ્રભાતને પણ પકડી પાડ્યો હતો વિદેશી દારૂ અને દારૂ વેચનાર પ્રભાત ઉર્ફે ગેંડાલ નાથાભાઈ માલીવાડ ને પોલીસ મથક ખાતે લાવીને દારૂ ક્યાંથી મંગાવ્યો હતો તે સહિતની અનેક પૂછપરછ હાથધરી હતી. તાલુકા પંથકમાં અનેક…

Read More