ગામ ના ગ્રામજનો એ મીઠા પાણી નો સ્વાદ આજ દિન સુધી ચાખ્યો નથી
ચોમાસા માં ગ્રામજનો ને અનેક મુશ્કેલી નો સામનો કરવો પડે છે
રાજ્ય સરકાર છેવાડા ના માનવી નો વિકાસ થયો છે તેવી મોટી મોટી ગુલબાંગો હાંકી રહી છે પરંતુ જો ખરેખર ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ તો હજુ કેટલાય ગામડાઓ જૂની સદી માં જીવતા હોય તેવી દશા છે પાટણ જિલ્લો વિકાસ ની હરનફાળ માં દોડી રહ્યો છે પણ વહીવટી તંત્ર હાફી ગયું છે અને કાગળ પર બધું ફૂલગુલાબી દેખાય છે વાત છે સમી તાલુકા નું બાદર ગંજ અહી વર્ષો થી ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે પરંતુ નબળી નેતાગીરી તેમજ ગ્રામજનો ની અજ્ઞાનતા નો લાભ વહીવટી તંત્ર ઉઠાવી ને અહી રોડ રસ્તા , પીવાના પાણી, આરોગ્ય શિક્ષણ, સહિત અનેક સમસ્યાઓ નો ઉકેલ આઝાદી ના 75 વર્ષે નથી આવ્યો
ગ્રામજનો ની કમનસીબી એ છે કે તેમને મીઠા પાણી નો સ્વાદ શું છે તે ખબર નથી અહી મીઠા પાણી ની કોઈ વ્યવસ્થા ઉભી કરવા માં આવી નથી , તો ખારું પાણી અઠવાડિયે એક વખત નસીબમાં છે, અહી વરસાદી કે ગામ ના વેસ્ટેજ પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી હાલ વરસાદી પાણી ના કારણે ગામ માં ગારો, કાદવ , કીચડ થતા ગ્રામજનો ને ચાલવું મુશ્કેલ છે તો ગામ ની શાળા માં અભ્યાસ કરતા બાળકો ને સ્કૂલે જવા તેમજ સ્કૂલ છૂટયા પછી ઘરે જવા માટે કાદવ , કીચડ ઉલેચવા પડે છે
આમ સમી તાલુકા નું આ બાદર ર્ગંજ ગામ ના ગ્રામજનો ની પ્રાથમિક સમસ્યા નો ઉકેલ લાવવા સંવેદન શીલ રાજ્ય સરકાર ક્યારે જાગ્રત થાય છે કે પછી આઝાદી ના 75 વર્ષ બાદ પણ સમસ્યા નહિ ઉકેલાય !!!
@partho pandya, patan