-
વાત છે BSNL ભારતીય દૂરસંચાર સંચાર નિગમ લિમિટેડની એક ગોલ્ડન પીરીયડ હતો આજે માત્ર નામ રહ્યું
છે
@PARTHO PANDYA, PATAN
20મી સદીમાં લેન્ડલાઈન ટેલિફોન સેવા જેના ઘરે હોય તે ઘરનો મોભો રૂવાબ અલગ હતો અને લેન્ડ લાઈન પર ટેલીફોન ની રીંગ વાગતી હતી જોકે 21મી સદી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની આવી અને દૂરસંચાર ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ થતા દૂર ધ્વનિ એટલે કે લેન્ડલાઈન ટેલીફોન સેવા ના વળતા પાણી થયા આજે લેન્ડલાઈન ટેલીફોન નો સુવર્ણકાળ ભૂતકાળ બનવા તરફ જઈ રહ્યો છે
પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ શહેરમાં એક દસકા પહેલા આશરે 10,000 લેન્ડલાઈન ટેલીફોન હતા.
તે આજે માત્ર 1500 એ આવીને અટક્યા છે, બચ્યા છે ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL નું એક સમય એવો હતો કે ટ્રંક કોલ કરવા, સાદો કોલ કરવા, ઈમરજન્સી કોલ કરવા, કે લાઈટનીંગ કોલ કરવા માટે લાઈનો લાગતી હતી મહોલ્લા, પોળ ,કે સોસાયટીમાં લેન્ડલાઈન સુવિધાઓ બહુ જૂજ હતી અને જેના ઘરે લેન્ડલાઈન સુવિધા હોય તે ઘરના ટેલીફોન નંબર જેના ઘરે ફોન ન હતા તે સગા સંબંધીઓને આપી રાખતા હતા જોકે 1995 માં ટેલીકોમ કૌભાંડ બાદ દૂરસંચા ક્ષેત્રમાં મોટી ઉથલપાથલ થઈ હતી અને 2000 સાલના અંતમાં સેલફોન એટલે કે મોબાઈલ આવતા લેન્ડલાઈન નો એક હથ્થુ ઇજારાનો અંત આવ્યો હતો.
દૂર સંચાર ટેકનોલોજી ના જાણકાર સામ પિત્રોડા એ ભારત માં ટેલીફોન ક્ષેત્ર માં મોટી ક્રાંતિ લાવ્યા હતા પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ સિધ્ધપુર રાધનપુર એ સેમી અર્બન એરીયા કહેવાય છે સાથે સાથે હારીજ ચાણસ્મા સમીમાં ટેલીફોન એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ છે જ્યારે ગ્રામ્ય કક્ષાએ વાત કરીએ તો રણુજ બાલીસણા જંઘરાલ, ભાટસન,હાજીપુર ,એ રૂરલ ટેલીફોન એક્સચેન્જ આજે પણ કાર્યરત છે જો કે આજે સમય બદલાયો છે ત્યારે પાટણ શહેરમાં બારસો બ્રોડબેન્ડ ફાઇબર કનેક્શન છે અને લેન્ડલાઈન માત્ર 1500 છે પાટણની સરકારી ઓફિસોમાં માત્ર 200 કનેક્શન બચ્યા છે રોજની 10 થી 15 ફરિયાદો કમ્પ્લેન આવે છે જોકે ટેલિકોમ ઓફિસમાં પણ આઉટસોરસિંગ થી કામગીરી ચાલી રહી છે અત્યારે ફાઇબર ઓપ્ટિકલ થી વાતચીત ચાલી રહી છે પહેલાના સમયમાં એલ્યુમિનિયમના મજબૂત થાંભલા પર ટેલીફોનના દોરડા લટકતા હતા
દૂરસંચાર ક્ષેત્રમાં અધ્યતન ક્રાંતિને કારણે રૂરલ એરિયામાં ભવિષ્ય ઘણું સારું છે. કારણ કે ગામડાઓમાં બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ બનવાથી લેન્ડલાઈન ટેલીફોન સેવાનો યુગ સમાપ્ત થયો છે