@ પી.ડી ડાભી, તળાજા ભાવનગર
ભાવનગર ડેપોમાં ઉનાળા ના ધોમઢાકતા તાપમાં તમામ મુસાફરો અને જાહેર જનતા માટે ઉનાળાનું અમૃત છાશ નું વિતરણ કરવામાં આવેલ જેમાં ભાવનગર ડેપો કર્મચારીઓ અને શ્રીદિલીપસિંહ ગોહિલ ( ગુજરાત એસ.ટી કર્મચારી મહામંડળ ના એડિશનલ જનરલ સેક્રેટરી), અરવિંદભાઈ બારૈયા ( સીનીયર આસિસ્ટન્ટ),રાજુભાઈ ગોહિલ (પૂર્વ ભાવનગર એસ.ટી કર્મચારી મંડળ મંત્રી, ૯૬ ક), પ્રવિણભાઈ મકવાણા ( ગુજરાત એસ.ટીકર્મચારી મહામંડળ કારોબારી સદસ્ય) ,સુધીરભાઈ કસોટીયા (ATI),મુસ્તુફા(ATI) ગોગદા અને પુનાભાઈ બતાડા(ATI) નિરજભાઈ ત્રિવેદી ( ગુજરાત એસ.ટી કર્મચારી મહામંડળ કારોબારી સદસ્ય),પ્રકાશભાઈ ભટ્ટ એડીપી શાખા ,ચંદ્રસિંહ જાડેજા (પ્રમુખ મજૂર મહાજન),નરેન્દ્રસિંહ ગોહિલ( મજૂર મહાજન જનરલ સેક્રેટરી) સેવા કરી તમામ ભાવનાગર ડેપો કર્મચારી ધન્યતા અનુભવી અને માનવ સેવા એજ પ્રભુ સેવા સૂત્ર ને સાર્થક કર્યું.