@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
થાનગઢમાં આવેલી તાલુકા આરોગ્ય કેન્દ્ર થાન શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અનેક દર્દીઓને સ્વાસ્થય લક્ષી સારવાર મેળવવા માટેનુ સ્થળ છે.અહીં અનેકદર્દીઓ સારવારનો લાભ લે છે .પરંતુ અહીં હાલ જાળવણીના અભાવે ઢોરવાડો બની ગયુ છે.ત્યારે થાનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઢોરા અડીંગોજમાવી બેસતા હોવાથી અહીં આવતા દર્દીઓ અને સગાવ્હાલાને હડફેટે લેવાનો ભય રહે છે.જ્યારે આરોગ્ય કેન્દ્ર પણ બિસ્માર બની ગયુ હોવાથી છત પરથી સળીયા લટકતા જોવા મળે છે આથી છતના પોપડા પડવાનો ભય રહે છ અને પગથીયા પણ બિસ્માર બની ગયા છે.જ્યારે દરવાજેથી અંદર જવાનો રસ્તો પણ પાણી ભરાયેલા રહે છે.આથી સારવાર કરાવતા આવતા લોકોને પહેલા ઢોરા બેસેલા જોઇ કોઇ ઢોરવાડો હોવાનો આભાસ થાય છે જ્યારે બિસ્માર છત પગથીયા અને રસ્તામાં પાણી થી સારવાર કરાવવા આવે છે કે બિસ્માર દવાખાને બિમાર પડવા તે યક્ષ પ્રશ્ન થાય છે.