આજ તા. 18/05/2023 ના રોજ ભાવનગરની શેત્રુંજી સિંચાઇ યોજનાના તળાજા તાલુકા ના દેવળીયા ગામ માંથી નીકળતી માઈનોર કેનાલ ના સી.સી. લાઈનીંગના કામનું ખાતમુહૂર્ત તળાજા ના માનનીય ઘારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના હસ્તક કરવામા આવેલ. પ્રોવાઇડીંગ સી. સી. લાઇનીંગ ટુ માઇનોર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટરી ઓફ એસ.આર.બી.સી. (ઠાડચ સેકસન) કામમાં અંદાજીત 30 કિલોમીટર ની માઈનોર તથા સબમાઈનોર કેનાલમાં સી.સી. લાઈનીંગ કરવામાં આવશે. જે કામ ની અંદાજિત રકમ 2.35 કરોડ છે. આ કામગીરીથી આસપાસના વિસ્તારોમાં પાણી વધારે સરળતાથી મળી રહેશે.
@પી.ડી ડાભી તળાજા ભાવનગર