છોટાઉદેપુર/ મકાનમા સંતાડેલા દેશી તમંચા સાથે એક ઇસમને રંગપુર પોલીસે ઝડપી પાડયો
………………….
છોટાઉદેપુર જીલ્લાના બોડગામ ગામેથી ગે.કા એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટા) સાથે એક ઈસમને રંગપુર પોલીસે ઝડપી પાડયો ,,,,રાજેન્દ્ર વી.અસારી ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી ના.પો.અધિ છો.ઉ ડિવીઝન તથા ડી.કે.રાઠોડ ઇન્ચાર્જ ના.પો.અધિ છો.ઉ ડિવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામા બનતા હથીયાર બંધીના ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના કરતા એન.એમ. ભુરીયા પોલીસ સબ ઇન્સપેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે બોડગામ ગામે વાસ્કલી ફળીયામાં રહેતા હાતલીયાભાઈ હિમતાભાઇ રાઠવા નાનો દેશીહાથ બનાવટનો તમંચો(કટ્ટો) લાયસન્સ વગરનો ગેર કાયદેસરનો પોતાના કબજા ભોગવટાના મકાનમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે આરોપીના મકાનમા ઝડતી તપાસ કરતા મકાનમા મકાનના માળીયાના ભાગે તપાસ કરતા એક પ્લાસ્ટીકની થેલી માં સંતાડી રાખેલ દેશી હાથ બનાવટનો તમંચો(કટ્ટો) કિ.રૂ.૫૦૦૦/- નો મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી આવતા તેના વિરુધ્ધમાં ધી આર્મ એકટ કલમ ૨૫ (૧-બી),(એ), મુજબ ગુનો રજી કરી આરોપી હાતલીયા હિમતાભાઇ રાઠવા ઉ.વ.૬૧ રહે.બોડગામ વાસ્કલી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને કોરોંટાઈન હેઠળ રાખી આગળ કાયદેસરની
કાર્યવાહી કરવામા આવી છે
સુલેમાન ખત્રી ; છોટાઉદેપુર