છોટાઉદેપુર જીલ્લામાં વહેલી સવારથી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થી છોટાઉદેપુર જેતપુર પાવી તેમજ બોડેલી મા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યુ હતુ આજરોજ વહેલી સવારથી છોટાઉદેપુર જીલ્લામાં મેંઘ સવારી આવી પહોંચતા પાવિ જેતપુરમા 8 ઇંચ થી વધુ છોટાઉદેપુર ચાર ઇંચ થી વધુ સંખેડામાં સાડા ત્રણ ઇંચ બોડેલી 8 ઇંચ જેટલો વરસાદ વરસતા બોડેલી નગરમાં જળબંબાકાર થયુ હતુ બોડેલી ની ઢોકલીયા પબ્લીક હોસ્પિટલ કમ્પાઉન્ડમા પાણી ભરાયા હતા ત્યારે બોડેલી ના રજાનગર, દીવાન ફળીયા ,અમન પાર્ક, વર્ધમાન નગર, રામનગર સોસાયટી મા પણ પાણી ભરાયા હતા ત્યારે બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી ઉપર આવેલ ગાયકવાડી સમયનો ચેકડેમ ઓવર ફ્લો થયો હતો તો છોટાઉદેપુર જીલ્લા માથી પસાર થતી જીલ્લાની જીવાદોરી સમાન એવી ઓરસંગ નદી પણ બે કાઠે વહેતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા હતા કેમ કે ઓરસંગ તેમજ હેરણ નદી સહીત નદી નાળા કોતરો છલકાઇ જવાથી જળ સ્તર ઊંચા આવશે કુવા તેમજ બોરમાં પાણીની આવક સારી થશે તેવી આશા ખેડુતો મા બંધાઈ છે
બોડેલી તાલુકા ના ઢોકલીયા ગ્રામપંચાયત ખાતે કુંભારવાડા અને રજાનગર વિસ્તારમાં પાણી આવી જતા ઘરોમાં પાણી ભરાયેલ હોવાથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા તેમજ તેઓની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પાણી ઓસરતા તેઓને પરત કરવામાં આવ્યા જયારે હવામાન ખાતાની આગાહી મુજબ છોટાઉદેપુર જીલ્લા મા રેડ એલર્ટ જાહેર કરાતા હાલ જીલ્લા ના નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાઇ જવાની દહેશત જોવા મળી રહી છે
@સુલેમાન ખત્રી : છોટાઉદેપુર