– આ રક્તદાન કેમ્પ દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની પણ હાકલ કરવામાં આવી
ચોટીલાના નાની મોલડી ગામના ભગત કુટુંબના રાજુભાઈ ખાચરની પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરક્ષા કરવા જતાં રાજુભાઈ ખાચર વીરગતિ પામ્યા હતા. જે નિમિત્તે રક્તદાન કેમ્પ દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની પણ હાકલ કરવામાં આવી હતી.
અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ, અનકભાઈ ખાચર, દલસુખભાઈ અજાડીયા અને તેમના સાથીઓએ જલારામ મંદિર ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં જાણીતા સંતો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રક્તદાન કેમ્પમાં 200 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. જે રાજકોટની રેડક્રોસ બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના જાણીતા સંત કાળીદાસ મહારાજે કહ્યું કે, સરકારે બને એટલી જલ્દી ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરી દેવી જોઈએ.
@sachin pithva, surendranagar
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8