ચોટીલા, ( સુભાષ મંડિર દ્વારા)
સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ને જસદણ સાથે જોડતો માર્ગ અતિ બિસ્માર હાલત માં હોય તેમજ અનેક માઈ ભક્તો આ રસ્તે થી ચોટીલા દર્શનાર્થે આવતાં હોય પરંતુ રોડ ખરાબ હોવાને લીધે અકસ્માત થવા ની ભીતિ રહે છે તેમજ વાહન માં પણ નુકશાની આવવા ને લીધે આર્થિક નુકશાની વેઠવા નો વારો આવે છે.ચોટીલા નાં ગ્રામ્ય વિસ્તારનાં મોટાભાગ નાં રોડ રસ્તા ખરાબ હાલત માં હોવાં થી લોકો ને પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલા નાં સણોસરા ગામ થી ચોટીલા સુધી બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ, આ બાઇક રેલી દરમ્યાન ભાજપ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતાં. આમઆદમી પાર્ટી નાં આગેવાનો, કાર્યકર્તા વગેરે આ બાઇક રેલી માં જોડાયા હતા.
આવેદન પત્ર માં ચોટીલા અને જસદણ નો માર્ગ જે હાલ આણંદપુર ગામ સુધી બિસ્માર હાલત હોય, તેને ફોરટ્રેક માર્ગ બનાવવા ની માંગ કરવા માં આવેલ છે તેમજ ચોટીલા તાબે નાં ચોટીલા થી નાના પાળીયાદ, મોરસલ ,પીપરાળી, ઝુંપડા થી કુંઢડા, હીરાસર થી અકાળા, થાન રોડ થી દેવસર, રાજાવડ જેવા વિવિધ ગામો નાં રસ્તા ખુબજ ખરાબ હોય સત્વરે તમામ રોડ રસ્તા બનાવવાની માંગ કરવા માં આવેલ છે.
” રોડ – રસ્તા સારાં કરો ” નાં નારા સાથે બાઇક રેલી ચોટીલા ખાતે આવેલ પ્રાંત કચેરી એ આવી પહોચી હતી અને લોકો નાં નાણાં અને સમય બચાવવા ની માંગ સાથે મામલતદાર ને આવેદન આપવા માં આવ્યુ હતું.
ચોટીલા માં રોડ – રસ્તા ની સમસ્યા ને લઈ આમઆદમી પાર્ટી દ્વારા અપાયું આવેદનપત્ર.
Related Posts
Add A Comment