રાપર તાલુકા માથી પસાર થતા ચિત્રોડ આડેસર નેશનલ હાઈવે રોડ પર આવેલ પાણીની પાઇપ લાઇનમાં પાણી ચોરી કરતા તત્વો સામે ફરિયાદ નોંધાવાઈ છે
જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના હાઈવે હોટલ પેટ્રોલ પંપ તથા ખેતરો મા ખેતી માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ની મુખ્ય પાઈપ લાઈનમાંથી પાણી ચોરી કરતા હોટલ માલિકો અને અન્ય શખ્સો સામે ગાગોદર પોલીસ મથકે ઓગણીસ આરોપીઓ સામે 83.22.700 ની પાણી ચોરી ની ફરિયાદ રાપર પાણી પુરવઠા બોર્ડ ના નાયબ કાર્યપાલક ઈજનેર એ નોંધાવી છે
આ બનાવની તપાસ ગાગોદર પીએસઆઇ ડી આર ગઢવીએ હાથ ધરી છે
લાંબા સમયથી પાણી ચોરી થતી હતી,પરિણામે લોકોને પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી,વ્યાપક ફરિયાદોને અંતે પગલાં લેવાયા છે,
મુખ્ય પાઇપ લાઈનમાં કોઈપણ જાતની મંજૂરી વગર પાણી ચોરી કરવું એ યોગ્ય નથી, જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ આજ પરિસ્થિતિ જોવા મળે છે,અવારનવાર લોકોએ પણ દયાન દોર્યું છે,પણ તંત્ર જ્યારે જાગે ત્યારે કેસ કરે છે બાકી કોઈ જ કાર્યવાહી કરતું ન હોવાનું પણ લોકો કહી રહ્યા છે
@મુકેશભાઈ રાજગોર.રાપર