@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
સમગ્ર રાજ્યમાં ખાલી પડેલી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની બેઠકોની 6 તારીખે યોજાયેલી પેટા ચૂંટણીઓના આજે પરિણામો જાહેર થયા છે. ત્યારે મોડાસા પાલિકાની વોર્ડ નં 7માં કોંગ્રેસનો વિજય થયો છે.
મોડાસા નગરપાલિકાની વોર્ડ નં 7ની બેઠક ખાલી પડી હતી. ત્યારે ગત 6 તારીખે આ બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને મીમના ઉમેદવારોએ જંપલાવ્યું હતું. આજે વોર્ડ નં 7ની ચૂંટણીની મત ગણતરી મોડાસા એન્જીનિયરિંગ કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના મોયુદ્દીન મલેક 65 મતથી વિજયી બન્યા છે. અગાઉ આ બેઠક AMIM પાસે હતી. પેટા ચૂંટણીમાં કોંગેસને આ બેઠક આંચકી લેવામાં સફળતા મળી છે. જો કે મોડાસા પાલિકામાં હાલ ભાજપનું શાસન છે. ચૂંટાયેલ કોંગી ઉમેદવારે મતદારોનો આભાર માન્યો હતો અને વોર્ડ નં 7ના વિકાસને લાગતા પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી.