@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લા નાં ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી નાં ઉમેદવાર અનીસાબેંન ચૌહાણ નાં સમર્થન માં ધ્રાંગધ્રા મુસ્લિમ વિસ્તાર કસ્બા શેરી ચોક ખાતે જંગી જાહેર સભા યોજાઈ જેમાં રાષ્ટ્રીય કારોબારી સભ્ય લઘુમતી મોરચા નાં શ્રી યુનુસભાઇ તલાટ,ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા,સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મંત્રી શ્રી અને જીલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રભારી શ્રી પ્રતાપભાઈ ખાચર, તેમજ જીલ્લા નાં હોદ્દેદારો,કરજણ નગરપાલિકા નાં પૂર્વ કારોબારી ચેરમેન અને બરોડા જીલ્લા સૂફી સંવાદ પ્રભારી, મંહમદભાઈ સંધી,કરજણ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ભરતસિંહ અટાલીયા તેમજ જીલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ ઇસ્માઇલભાઈ પટેલ અને ટીમ,ધ્રાંગધ્રા શહેર સંગઠન નાં હોદ્દેદારો,દરેક વોર્ડ નાં સુધરાઇ સભ્યો,ધ્રાંગધ્રા તમામ મોરચા સહિત લઘુમતી મોરચા ટીમ અને મુસ્લિમ સમાજ ના આગેવાનો અને મોટી સંખ્યા માં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હાજર રહી ઉમેદવાર ને જંગી બહુમતી થી જીતાડવા ની ખાતરી આપી