@RUTUL PRAJAPATI, ARVALLI
ધનસુરા પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડી છે. સરહદી જિલ્લો હોવાથી રાજમાં મોટા પાયે દારૂની ઘુસણ થતી રહે છે. અને અવાર નવાર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે.ધનસુરા ચાર રસ્તા નજીકથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઢવી હતી. અને પસાર થતી સ્કોર્પિયો કાર ન રોકી તેની જડતી લેતા તેમાંથી વિદેશી બનાવટનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે મોંઘીદાટ કારમાંથી 49 પેટીઓ વિદેશી દારૂ ઝડપ્યો હતો. પોલીસે 2.85 લાખની કિંમતની 1319 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. વિદેશી દારૂ અને કાર સહિત પોલીસે કુલ 8.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધનસુરા પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવહી કરી છે.
યુનિફોર્મ સિવિલ કોડ(ucc) શું છે? લાગુ કરવામાં સરકારો શા માટે ડરે છે?
Cirme: 18 વર્ષની શિવાનીને પિતાએ જ આપ્યું દર્દનાક મોત, લાશને મગરોની વચ્ચે ફેંકી દીધી, જાણો કેમ?
ચૂંટણીનો(election ) ઘોંઘાટ આપણા રોજબરોજના જીવનનો એક ભાગ બની ગયો છે: ‘એક દેશ, એક ચૂંટણી’ ક્યારે ?