@sachin pithva, surendranagar
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય નાગરિક પણ કકે વ્યસનના રવાડે ન ચડે તે હેતુથી પોલીસ કડક પગલા રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પણ જિલ્લામાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર એલ.સી.બી.ને બાતમી મળતા સુરેન્દ્રનગર શહેરમાં હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં ચેકીંગ કરતા ત્રણ આરોપીને મેકડ્રોન ડ્રગ્સના 176 ગ્રામના જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત સત્તર લાખ સાઈઠ હજાર જેટલો થાય છે. સાથે પાંચ મોબાઈલ અને એક વાઇફાઇ ડોગલ પણ મળી આવ્યું હતું. તે બાબતે આજરોજ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. હાલ આ ત્રણ આરોપી છે તેમાંથી બે પંજાબના અને એક કચ્છના રહેવાસી છે. હાલ તો ત્રણેય આરોપીની અટકાયત કરીને વધુ પૂછ પરછ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી ના નામ
(૧) અક્ષય રામકુમાર ડેલું
(૨) અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ
(૩) વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા
ની અટકાયત કરેલ છે