જિલ્લાના સત્તાધીશોએ કાયદાની નજરોથી નહિ સન્માનની નજરોથી આ માસુમોના શ્રમયજ્ઞને બિરદાવે તો પણ બસ છે…..
@mohsin dal, godhra
ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલ વાવડી (બુ) ગ્રામ પંચાયત વિસ્તારમાં ચંદ્રિકા નગર સમેત અન્ય સોસાયટીઓના અવર- જવર કરતા જાહેર રસ્તાની સુવિધાઓ આપવા માટે પાલિકા તંત્રના સત્તાધીશો સંપૂર્ણ સત્તાગ્રહણ બાદ જાહેર માર્ગનું કામ હાથ ધરાશે ના વાયદાઓ કરે રાખે છે.!! પરંતુ આ
સોસાયટીઓના બાંધકામો માટે વસવાટ કરતા અને આ વિસ્તારની આગળ રહેતા શ્રમજીવી પરીવારોના માસૂમ ભૂલકાઓ દ્વારા આપણા રમવાના આંગણે ખાબોચિયાઓમાં વરસાદી પાણીના ખાડાઓ ભરાઈ ગયા હોવાના નિર્દોષતાઓના સહજભાવોના માસુમોના શ્રમયોગ જેવા દ્રશ્યોમાં માસુમો જાહેર રસ્તાના ખાડાઓ પૂરવા માટે તગારા અને પાવડા લઈને નિર્દોષ ભાવે કામ કરી રહયા છે. આ દ્રશ્યો કોઈ બાળ મજૂરીના નથી પરંતુ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ સત્તાધીશો એ જાહેર માર્ગની અસુવિધાઓના સ્થાનિક રહીશોના દર્દનાક ચિત્કારોની અનસુની કરવાના પાલિકા તંત્રના વહીવટી અભિગમ સામે ગરીબ શ્રમજીવીઓના માસૂમ બાળકોના રમતના આંગણાંના વરસાદી પાણીના ખાડામાં પુરાણ કરવાના નિર્દોષ શ્રમયજ્ઞને કાયદાની નજરોથી નહિ પરંતુ આવકાર ની નજરોથી જોઈને જે કામ તંત્ર નથી કરતું આ કામ ગરીબોના માસુમો કરી રહયા હોવાનો સત્કાર કરશે તો પણ આવકાર દાયક કહેવાશે.!!
ગોધરા શહેરના હાર્દસમા ગણાતા બામરોલી રોડ વિસ્તારમાં આવેલ ચંદ્રિકા નગર તેમજ તેની આજુબાજુની ચાર થી પાંચ સોસાયટીઓના રહીશો વિકાસથી વંચિત છે વારંવાર લો વોલ્ટેજની સમસ્યા તેમ જ રોડ રસ્તા અને પાણી કે ગટરની વ્યવસ્થા આ સોસાયટીઓમાં કરવામાં આવેલ નથી હાલ ચોમાસાના સમયને લીધે ખાસ કરીને શાળાએ જતા બાળકોને કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે તેમ જ સ્કૂલ વાન વાળા પણ અડધા રસ્તે બાળકોને મૂકીને જતા રહે છે આજથી દોઢ એક વર્ષ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા માં ગાયત્રી નગર થી ચંદ્રિકા નગર સુધીના રોડનું ખાતમુર્હત કર્યુ હતું. પરંતુ ગ્રામ પંચાયત અને નગર પાલિકાના ઝઘડામાં હજુ સુધી રહીશોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી હાલ ચંદ્રિકાનગર તેમજ આજુબાજુના કોઈ રહીશને જો ઇમર્જન્સી આવી પડે તો ૧૦૮ પણ ત્યાં જઈ શકે એમ નથી નગર પાલિકા પાસે જાય છે તો હજુ અમારી પાસે સત્તા નથી એમ લોકોને જાણવા મળે છે પંચાયત પાસે જાય છે પંચાયત વાળા કહે છે કે અમારી પાસે સત્તા નથી તો રહીશોને જવું તો જવું ક્યાં જો પંચાયત અને નગર પાલિકા કઈ કરી ના શકતી હોય તો ખોબે ખોબે મત આપીને ચૂંટાઈ આવેલા સરપંચો, નગર પાલિકાના પ્રમુખ ધારાસભ્યો કે સાંસદ સભ્ય ગમે તે તો આ સમસ્યાનું નિરાકરણ લાવે એવું સ્થાનિકો ઈચ્છી રહયા છે.