@mohsin dal, godhara
પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શહેરા તાલુકાની ધાયકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રદ્યુમનસિંહ ચૌહાણ દ્વારા પોતાની દ્વિતિય ઉચ્ચર પગાર ધોરણ માટેની દરખાસ્તમાં સીસીસીનું પ્રમાણપત્ર રજૂ કર્યુ હતું. જે બનાવટી હોવાનું સામે આવતા શહેરાના તાલુકા શિક્ષણાધિકારી કે.એસ.હઠીલા દ્વારા શહેરા પોલીસ મથકે શિક્ષક સામે ઈ.પી.કો. ૪૬૮,૪૭૧ મુજબની ફરીયાદ નોંધાવામાં આવી હતી, વિસ્તૃત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શહેરા તાલુકાની ધાયકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌહાણ પ્રદ્યુમનસિંહ પર્વતસિંહ એ પોતાના દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત માટે સીસીસીનું ખોટું પ્રમાણપત્ર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકાર સાથે વિશ્વાસઘાતભર્યુ કૃત્ય કરી કચેરીને ગેરમાર્ગે દોરી હતી. આ શિક્ષક ચૌહાણ પ્રદ્યુમનસિંહ પર્વતસિંહ તેમના દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત માટે નિયામક કચેરી પગાર ચકાસણી એકમ ગાંધીનગર ખાતે મોકલી હતી. જેની ચકાસણી નિયામક કચેરી દ્વારા ગુજરાત કાઉન્સિલીંગ ઓફ વોકેશનલ ટ્રેનિંગની વેબ સાઇટ ઉપર ઓનલાઈન જોતા પ્રદ્યુમનસિંહનું સીસીસી નું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું.જેથી સંયુક્ત પગાર ચકાસણી એકમ ગાંધીનગર દ્વારા ગુજરાત કાઉન્સિલીંગ ઓફ વોકેશનલ ટ્રેનિંગનું સીસીસી નું પ્રમાણપત્ર ખોટું અને બનાવટી હોવાનું બહાર આવતા શહેરા તાલુકા શિક્ષણાધિકારી કે.એસ.હઠીલા એ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રદ્યુમનસિંહ સામે રિકવરી બાબતનો પણ હુકમ કરવામાં આવ્યો છે.બનાવ ને પગલે શિક્ષણ જગતમાં હડકંપ પ્રસરી જવા પામ્યો છે. શહેરા પોલીસે તાલુકા શિક્ષણાધિકારીની ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરા તાલુકા ની ધાયકા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક પ્રદ્યુમન સિંહ ચૌહાણ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત માટે ખોટું અને બનાવટી સીસીસી નું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેનો ભંડા ફોડ થતા સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું આ એક સુઆયોજિત ષડયંત્ર હોઈ શકે શુ આમાં હજી પણ અન્ય લોકોની સંડોવણી હશે જો આ બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો એક મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે અને કૌભાંડ ફક્ત જિલ્લા પૂરતું છે કે પછી રાજવ્યાપી તે પણ પ્રકાશમાં આવી શકે.!!