@સોહીલ ઘડા, સંજેલી
દાહોદ જિલ્લામાં ખેડૂતોને ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો ખાતર માટે પંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. ખાતરના વિતરણમાં કાળાબજારી થતા હોવાના ખેડૂતોના આક્ષેપો કરી રહ્યા છે. ખેડૂતો હાલમાં ખેતીની સીઝનમાં રોજગાર તેમજ ઘરબાર છોડી ખાતરની બે થેલીઓ લેવા સવાર થી સાજ સુધી વિતરણ કેન્દ્રો પર પડાપડી કરી રહયા છે.
સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મોટાગજના વેપારીઓ સામે તંત્રના અધિકારીઓની ચુપકીદી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
દાહોદમાં બે થેલી ખાતર મેળવવા માટે વહેલી સવારથી મોડી સાંજ સુધી ખેડૂતો કતારમાં ઊભ રહેવા મજબુર બન્યા છે. ખાતરની કાળાબજારી તેમજ ઉચાભાવોની વસુલાતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં અનેક તાલુકામા ખાતરની ખુલ્લેઆમ કાળા બજારી અન્ય જગ્યાઓના વિડીયો પણ વાયરલ: એગ્રો સેન્ટર સંચાલકનું કેન્દ્ર સસ્પેન્ડ કરાયું…ઝાલોદ,ફતેપુરા,સંજેલી,સુખસર જેવા અનેક વિસ્તારોમા ખાતરના ઊંચા ભાવ વસૂલતા હોય તેવી ખેડુતોની ફરિયાદો સામે આવી રહી છે.
સુખસર ખાતે ઉચા ભાવમા ખાતર વિતરણ કરાતાના વિડીયો વાયરલ થતા જ સરકાર માન્ય એગ્રો સેન્ટરની માન્યતા રદ્દ કરવા ની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જયારે ખાતર પુરતા સ્ટોકમા હાજર છે,પરંતુ પોશ મશીનમા એન્ટ્રી કર્યા બાદ જ ખાતરનુ વિતરણ થતુ હોવાથી પ્રોસેસ કરવામા અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોવાથી લાંબી લાઈનો લાગે છેઃ એગ્રો સેન્ટર સંચાલક
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8