ભાજપે પોતાની છેલ્લી યાદીમાં સાબરકાંઠા લોકસભા માટે ભીખાજી ડામોર ના સ્થાને શોભનાબેન બારૈયા ના નામની જાહેરાત કરી હતી ભીખાજી ડામોર નો વિરોધ થતાં તેમણે ચૂંટણી લડવાનો નનૈયો ભણ્યો હતો. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રાંતિજના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલમાં ભાજપમાં જ છે એવા મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને સાબરકાંઠા લોકસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જો કે હવે શોભનાબેન નો પણ સાબરકાંઠામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલીને થોડા મહિનાઓ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપતા ભાજપના વર્ષો જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં હવે રોષ જોવા મળ્યો છે અને આ કાર્યકર્તાઓ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને વિડિયો વાયરલ કર્યા છે.
શોભનાબેન બારૈયા
સાબરકાંઠા લોકસભાની ટિકિટને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી હતી ત્યારે ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ બાદમાં ભિખાજીની અટકને લઈ પત્રિકા વાઈરલ થયા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થયો હતો અને તેને લઈને ભાજપ મોવડીમંડળે વડોદરા અને સાબરકાંઠા લોકસભાના ઉમેદવારોને બદલવાનો નિર્ણય લીધો અને બંને બેઠક પર નવા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.
ભાજપ દ્વારા પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જેઓ કેટલાક મહિનાથી ભાજપમાં જોડાયા છે તેમના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભાજપના જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ જેઓ 1994થી ભાજપ સાથે જોડાયેલા છે તેવા કાર્યકર્તાઓમાં ભારોભાર નારાજગીરી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયામાં તેઓ પોતાની વ્યથા રજૂ કરતાં વિડીયો વાયરલ કરી રહ્યા છે. હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે સાબરકાંઠા બેઠક પર ભીખાજી બાદ ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે એમ છે.