ફુટપાથ પર નાં અને સરકારી જમીન ઉપરના દબાણ દૂર કરવા માં તંત્ર નિષ્ફળ! સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનો ઉલ્લંધન કરતું તંત્ર!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં સરકારી જમીન ઉપરના અને ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. નામદાર સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના આદેશનો જાણી જોઈને ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ, તેમજ સરકારની સમયાંતરે જિલ્લામાં યોજાતી સંકલન અને ફરિયાદ સમિતિ ની બેઠકમાં પણ સરકારી જમીન અને ફૂટપાટ ઉપરના દબાણો દૂર કરવાની લોક પ્રતિનિધિઓની રજૂઆતને પણ આ વહીવટી તંત્ર નજર અંદાજ કરી રહ્યું છે ત્યારે આવી એક સરકારી જમીન ઉપર ભરાતી શાક માર્કેટમાં થળો લગાવવા જેવી બાબતે યુવાન ઉપર હુમલો થયો છે તેની પોલીસ ફરિયાદ નોંધાય છે. આવી સરકારી જમીનમાં ભરાતી શાક માર્કેટ કે ફૂટપાથ ઉપર એકવાર લારી કે થળો લગાવી દીધા પછી ત્યાં તે જમીન તેમની હોવાની માલિકી દર્શાવવામાં આવે છે અને કોઈને લારી ગલ્લા રાખવો હોય તો તેનું ભાડું વસુલવામાં આવે છે જે એક હપ્તાખોરી અને ખંડણી છે. તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની સંડોવણી છે તેવું હાલ સમગ્ર મોરબી શહેરમાં લોકચર્ચા થઈ રહી છે. ત્યારે એક પ્રીન્ટ મીડિયામાં આવા દબાણનો અને હપ્તા ઉઘરાવવામાં આવે છે તે અંગે લેખ લખાયો છે જે સરકારી નિયમ મુજબ પ્રાથમિક તપાસનો વિષય બને છે પણ નીચેથી ઉપર સુધી ગોઠવાયેલું હોય આવી કોઈ તપાસ થતી નથી તે સ્પષ્ટ જણાય છે. આ બાબતે એવી વાત કરીએ તો મોરબી શહેરમાં ફૂટપાથ ઉપર ચાલવાનો લોકોને બંધારણીય અધિકાર છે ત્યાં ફૂટપાથ ઉપર અને બાજુની જમીન પર પેશકદમી થઈ ચૂકી છે. ફુટપાથ નો અન્ય કોઈ હેતુમાં ઉપયોગ ન થવો જોઈએ તેવો નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના તેમજ ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવા નામદાર હાઇકોર્ટના આદેશનો જાણી જોઈને ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. એપ્રિલ અને મેં માસમાં ફરિયાદ નિવારણમાં કરવામાં આવેલી રજૂઆત બાદ કોઈ કાર્યવાહી નહીં થતા આ અંગે આરટીઆઇ ની અરજી કરવામાં આવી હતી જેમાં જેની જવાબદારી છે તેની વિગત માંગવામાં આવી અને ત્રીજા દિવસે જ સનાળા રોડ ઉપરના સરકારી જમીન ઉપરના શાકમાર્કેટ અને ફુટપાથ પર નાં દબાણો દૂર કરાવ્યા અને દબાણ કરાયેલાં નાં ત્રીજા જ દિવસે ફરીથી હતા તેમને તેમ લારી-ગલા ગોઠવાઈ ગયા અને જ્યાં સરકારી જમીનમાં શાક માર્કેટ ભરાઈ તેમાં થળો લગાવવા બાબતે યુવાન પર હુમલો થયો. આવી બનેલી ઘટના પછી આવા કાયમી દબાણો દૂર કરવામાં નિષ્ફળ ગયેલા તંત્રના જવાબદાર કર્મચારીઓ સામે ફરજ બેદરકારી અંગે ની આઇપીસી કલમ મુજબની એફ આઈ આર નોંધાવીને દાખલો બેસાડવો જોઈએ તેવું બૌદ્ધિક લોકો કહી રહ્યા છે. પુનઃ થયેલા દબાણો દૂર કરવા અને દંડની કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે ત્યારે તંત્ર આ કાર્યવાહી કરે છે કે પછી હપ્તાખોરી અને ખંડણીનું જે રાઝ ચાલી રહ્યું છે તેના પ્રભાવ હેઠળ રહેશે? તે તો સમય જ બતાવશે