મોરબી જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ ખુલી ગઈ છે દરરોજ જુગાર રમતા જુગારીઓ ઝડપાય છે ત્યારે મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામે આવેલ શિવપાર્ક-૨ સોસાયટીમાં બાતમીને આધારે રેડ કરી હતી જેમાં સોસાયટીની શેરી નંબર-૩ માં જાહેરમાં જુગાર રમતા મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા, હાર્દિક ઘનશ્યામ મુંજપરા, મોહિત નારણભાઈ વાળા અને પ્રકાશ શાંતિલાલ જોષી રહે. ચારેય શિવપાર્ક સોસાયટી પીપળી તા. મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ચૌદ હજાર પાંચસો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં મોરબી તાલુકા પી.આઈ. કે.એ.વાળા, પીએસઆઈ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદિપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી અને કુલદિપભાઇ કાનગડ સહિતના પોલીસ કર્મીઓ જોડાયેલા હતા.
@શ્રીકાંત પટેલ, મોરબી