હિંમતનગરના ગાંભોઇ પોલીસની ટીમ જ્યારે પ્રેટ્રોલિંગ સમયે વાહન ચેકીંગ કરવામાં આવતું હતું.તે સમય દરિયાન દારૂ ભરેલી એક કારનો પીછો કરતા ગાડીનો ચાલક કાર મૂકી ભાગી ગયો હતો.પોલીસ દ્વારા કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 220 બોટલો કિંમત રૂપિયા 91,180 મળી કુલ રૂપિયા 4,91,180નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર,ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.રબારીએ આપેલી સુચના મુજબ ગાંભોઇ પોલીસ સ્ટેશન નજીક પોલીસ સ્ટાફના માણસોને પોતાના અંગત બાતમીદારનું નેટવર્ક ઉભુ કરી પ્રોહિબીશનના ગુના શોધી કાઢવા સુચન આપવામાં આવ્યું હતુ.તે દરમિયાન ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.રબારી મહેશભાઈ માવજીભાઈ (અ.હે.કો), યોગેન્દ્રસિંહ રણુસિંહ(અ.હે.કો),રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ(આ.પો.કો), અશ્વિનભાઈ કિર્તીભાઇ(આ.પો.કો), જયપાલસિંહ સુકલસિંહ(આ.પો.કો)પ્રેટ્રોલિંગમાં હતા.તે સમયે એક ગાડીનો ચાલક પોલીસની ગાડીઓ જોઇ ભાગવા લાગ્યો હતો.જેનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી મુકીને ભાગી છૂટયો હતો.ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 91,180 હતી.પોલીસે વિદેશી દારૂ મળી કાર સહિત રૂપિયા 4,91,180 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
@જુગલ જોશી, હિંમતનગર