પંચમહાલ ભા.જ.પ. ના ઉપપ્રમુખ કકુલ પાઠક દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં…..
———————
ગોધરા ન.પાલિકામાં ૬ ગામોનો સમાવેશ કરીને વચ્ચે આવતા ૯ ગામોની બાદબાકીઓ કરવાના પ્રયાસો અધિકારીઓને ગેરમાર્ગે દોરે એવા હોવાના સ્ફોટક આક્ષેપો.!!
———————
નાણાંકીય અને રાજકીય ચહેરાઓની કિંમતી જમીનો ધરાવતા ગામોની બાદબાકીઓ કેમ કરાઈ નો વેધક પ્રશ્ન.?!!
ગોધરા તા.
ગોધરા ન.પાલિકા ની સામાન્ય સભામાં ૬ ગ્રામ પંચાયતોનો પાલિકામાં સમાવેશ કરવાના જે મુદ્દાનો સામાન્ય સભાના એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ સામે ખુદ પંચમહાલ જિલ્લા ભા.જ.પ.ના ઉપપ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કકુલ પાઠક દ્વારા પાલિકા સત્તાધીશોનો આ નિર્ણય અધિકારીઓને ગેરમાર્ગે દોરે હોવાના ચોંકાવનારા આક્ષેપો માં જણાવ્યું છે કે કેટલાંક સ્થાનિક અને વગદાર વ્યક્તિઓની મોટા પ્રમાણમાં જમીનો આવેલ છે. આ ગોધરા શહેરને અડીને આવેલ ૯ ગામોની બાદબાકીઓ કરીને ગોધરા ન.પાલિકામાં ૬ ગ્રામ પંચાયતોના સમાવેશ કરવાના આ એજન્ડા ના મુદ્દા સામે કાયદેસર અભ્યાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવેનો અનુરોધ કરતો લેખિત પત્ર જિલ્લા ભા.જ.પ. ઉપપ્રમુખ કકુલ પાઠકે પંચમહાલ કલેકટરને સુપ્રત કરીને ગાંધીનગર સ્થિત મ્યુનિસિપલ કમિશ્નર સમેત સંલગ્ન વહીવટી સત્તાધીશોને રવાના કર્યો છે. જો કે ભા.જ.પ. શાસિત ગોધરા ન.પાલિકા પ્રમુખ સંજય સોનીના અઢી વર્ષના સત્તાકાળ ના પૂર્ણતાના કાઉન્ટ- ડાઉન વચ્ચે ગોધરા ન.પાલિકામાં વચ્ચે આવતા ગામડાઓની સૂચક રીતે બાદબાકી કરીને ૬ ગ્રામ પંચાયતોનો પાલિકામાં સમાવેશ કરવાના અભ્યાસ વગરના ઉતાવળીયા જેવા નિર્ણય સામે ખુદ જિલ્લા ભા.જ.પ. ઉપપ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય કકુલ પાઠક વિરોધ સાથે મેદાનમાં ઉતરતા રાજકીય માહૌલ ગરમાયો છે.!!
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા આ પત્રમાં પંચમહાલ જિલ્લા ભા.જ.પ.ના ઉપપ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કકુલ પાઠકે આ પત્રમાં જણાવ્યું છે કે ગોધરા ન.પાલિકાની તા.૧૯ મીના રોજ યોજાનાર સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા નં.૩૫માં ગોધરા તાલુકાના વાવડી(બુ), ચિખોદ્રા, ભામૈયા(પ), ગોવિંદી, જાફરાબાદ અને દયાળ કુલ ૬ ગામોનો ગોધરા ન. પાલિકામાં સમાવેશ કરવાનો મુદ્દો સામેલ કરાયો છે. એમાં ગુજરાતના કમિશ્નર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના તા.૧૫/૦૭/૨૩ ના પત્રનો પાલિકા સત્તાધીશો દ્વારા ખોટા અર્થઘટનો કરીને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને સરકાર પાસે ખોટા નિર્ણયો કરાવે એવા પ્રયાસો કરાઈ રહયા છે. એટલા માટે કે ગોધરા પાલિકાના પાંચ કી.મી.ની અંદર આવેલા કેટલાય ગામોનો સમાવેશ કરાયો નથી, એમાં જાફરાબાદ અને ગોવિંદી વચ્ચે આવેલ કોટડા, વાવડી(બુ) અને દયાળની વચ્ચે આવેલ પરવડી તથા ગદુકપુર ગામોનો સમાવેશ કરાયો નથી. આજ પ્રમાણે શહેરની બાજુમાં આવેલ હમીરપુર અને લીલેસરાનો સમાવેશ કરાયો નથી. અને કોલીયારી, ધનોલ (જંગલ), છબનપુર અને પોપટપુરા ગામોની જે પ્રમાણે બાદબાકીઓ કરવામાં આવી છે એમાં કેટલાક નાણાંકીય અને રાજકીય સધ્ધર એવા ચહેરાઓની કિંમતી જમીનોના લાભો સચવાઈ રહે એવા કરાયેલા આ પ્રયાસો અધિકારીઓ ને ગેરમાર્ગે દોરે એવા હોઈ આ મુદ્દે ભૌગોલિક પરિસ્થિતિઓના અભ્યાસ સાથે નિર્ણય લેવામાં આવે એ વ્યાજબી કહેવાશે.!!
@Mohsin dal godhara