@ mohsin dal, godhra
ગોધરા શહેરના રામસાગર તળાવ પાસે આવેલા હોળી ચકલા પાસે જાહેરમાં કચરાના ઢગલાઓના કારણે સ્થાનિક રહીશો અને અવર જવર કરતા રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના ઉભી થવા પામી હતી. જ્યારે બીજી તરફ આ કચરાઓના ઢગલાઓમાં ગૌમાતા કચરો ખાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેનો અહેવાલ 1nonlynews દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિધ્ધ થતા જ નગર પાલિકામાં બેઠેલા સત્તાધીશોને રામસાગર તળાવ આગળ જાહેરમાં કચરાઓ અને પ્લાસ્ટિકની થેલીઓના ઢગલાઓને યુદ્ધના ધોરણે સાફ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.જેથી ઘોર અંધકારમાં બેઠેલા નગર પાલિકાના વહીવટી અધિકારીઓ સફાળી જાગી તાત્કાલિક ધોરણે રામસાગર તળાવની ચારેય બાજુ તરફ પડેલા કચરાઓને જે.સી.બી. મશીનથી નિકાલ કરવામાં આવ્યો હતો.અને તાત્કાલિક નગર પાલિકાના કર્મચારીને મૂકી દેવામાં આવ્યો હતો અને જો કે જાહેરમાં કચરો બહાર નાખશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગોધરા નગર પાલિકાના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આર.કે.મહેતા અને ઝોન નંબર ત્રણના સેનેટરી ઇન્સ્પેક્ટર સહલ મન્સૂરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમને ઉપરથી મળેલ સૂચના આધારે અમે ગોધરા શહેરના રામસાગર તળાવ પાસે જે કચરાઓ અને પ્લાસ્ટિકના ઉકરડાઓ હતા. તેને તરત સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરી, નગર પાલિકાના કર્મચારીને ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને જો કોઈ જાહેરમાં કચરાઓ નાખશે તો તેની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે. તેવું નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહલ મન્સુરીએ જણાવ્યું હતું.