@mohsin dal godhara
રાજ્યની મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામા આવ્યા છે. સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ ઓગસ્ટ થી ૭ તા.ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અન્વયે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા પંચાયત હોલ ખાતે, જિલ્લા પંચાયત કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ હતી. સમાજમા આગવુ સ્થાન ધરાવતી મહિલાઓનુ શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલન કચેરી, ખેતી વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, એગ્રીલકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે તેમજ પંચમહાલ જિલ્લામાં ચાલતા વિવિધ સેન્ટરો જેવા કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેંદ્રો જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી થીમ આધારીત નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ સાથે યોજનાઓના IECનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામીની સોલંકી, સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ મણીબેન, તાલુકા વિકાસ અધિકારી ધર્મિષ્ઠાબેન ડી.ગાવીત, ૧૮૧ અભયમ ટીમ, OSC ટીમ, PBSC ટીમ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ના કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.