@mohsin dal godhara
ગોધરા નગર પાલિકા દ્વારા ભેદભાવભરી નિતિના કારણે વર્ષોથી પશ્ચિમ વિસ્તારના રહીશો પોતાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારના રહીશો પાસેથી તમામ પ્રકારના વેરાઓ વસૂલ કરવામાં આવે છે. પરંતુ નગર પાલિકા દ્વારા મળવાપાત્ર સુવિધાઓ આજદિન સુધી પશ્ચિમ વિસ્તારના રહીશોને મળી નથી. જેનું મુખ્ય કારણ નગર પાલિકા દ્વારા ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે અને નગર પાલિકા ગોધરામાં સરકાર દ્વારા જે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટની રકમ મોટા ભાગની પુર્વ વિસ્તારના કામો અર્થે ફાળવી દેવામાં આવે છે તેવો આક્ષેપ સાથે આજ રોજ ગોધરામાં મુસ્લિમ સમુદાય દ્વારા કુરબાન ટ્રસ્ટના નેજા હેઠળ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફાટી નિકળેલા રોગચાળાને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગોધરા શહેરમાં આવેલ પશ્ચિમ વિસ્તારમાં કોઈ પણ વિસ્તાર એવો નથી કે જયાં રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર કચરોની ભરમાર જોવા મળી રહી છે. જેને કારણે છાશવારે સ્થાનિક લોકોને અલગ અલગ પ્રકારની બિમારીઓનો શિકાર બની રહી છે, પશ્ચિમ વિસ્તારના દરેક વોર્ડના સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત સાફ સફાઈ બાબતે મૌખિકમાં તેમજ લેખિતમાં નગર પાલિકા ગોધરાના મુખ્ય અધિકારી તેમજ સાફ સફાઇ વિભાગના સેનેટરી ઈન્સ્પેકટરને રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં પશ્ચિમ વિસ્તારની સમસ્યાઓ અંગે કોઈ પણ જાતનો કાયમી રાહે નિકાલ કરવામાં આવતો નથી. નિયમીત રીતે કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને કારણે અમારા વિસ્તારમાં ખુબજ મોટા પાયે કચરો એકઠો થાય છે અને તે કચરો ઉડીને ઘરોમાં ખાવા પીવાની ચીજોમાં ભળી જાય છે. જેને કારણે રહીશોને ખુબજ તકલીફો ઉભી થાય છે અને સ્વાસ્થ્ય સાથે ખુબજ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડે છે.
નગર પાલિકા ગોધરા તરફથી પુર્વ વિસ્તારમાં જે મુજબની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે તેવી સુવિધાઓ પશ્ચિમ વિસ્તારના નાગરિકોને પણ મેળવવાનો કાયદેસ૨નો હકક અધિકાર છે કારણ કે ગોધરા શહે૨માં પુર્વ અને પશ્ચિમ વિસ્તાર મોટા ભાગે વસ્તીની તુલનામાં સમાન છે જેથી સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટની રકમ પુર્વ અને પશ્ચિમ વિસ્તા૨માં સમાન ફાળવણી કરી બંને વિસ્તારોમાં વિકાસ કરવાની અને બંને વિસ્તારોમાં પુરેપુરી સમાન સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી નગર પાલિકા ગોધરાની છે તેમ છતાં પુર્વ વિસ્તાર તરફ ધ્યાન કેન્દ્રીત કરીને પશ્ચિમ વિસ્તારના નાગરિકોને સુવિધાઓ સંબંધે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે આજદિન સુધી પશ્ચિમ વિસ્તારના રહીશો સુવિધાઓની વંચિત રહેલા છે.
ચોમાસાની સીઝન દરમિયાન નગર પાલિકા દ્વારા દરેક વિસ્તારમાં રોડ રસ્તા તેમજ સાફ સફાઈ, તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા કરવાની નૈતિક જવાબદારી હોવા છતાં આવી કોઈ જવાબદારી કરવામાં આવી નથી, જેને કારણે હાલમાં ચોમાસાની સીઝન માં પશ્ચિમ વિસ્તારમાં દરેક વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા એકઠા થયેલા છે તેમજ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સ્થાનિક લોકો ને ઘરોમાંથી બહાર નીકળી શકાતુ નથી, અને વરસાદી ગંદુ પાણી ઘરોમાં ભરાઈ જાય છે. તેમજ વરસાદી પાણી ભરાવાના કારણે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.જેને કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ખુબજ મોટા પ્રમાણમાં ચેડા થઈ રહયા છે.અને નગર પાલિકાના મુખ્ય અધિકારીને જાણ કરેલ હોવા છતાં રોગચાળાને ફેલાતો અટકાવવાની અંગેની કોઈ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલ નથી જયારે કે નગર પાલીકા કચેરીમાં અલગ અલગ પ્રકારની ફરીયાદોના નિવારણ માટેના મોટા મોટા બેનરો લગાવામાં આવેલા છે પરંતુ તે બેનરોમાં જણાવ્યા મુજબ આજદિન સુધી કોઈ ફરીયાદનું નિવારણ લાવવામાં આવેલ નથી અને ફકત શોભાના ગાંઠીયા સમાન બોર્ડ લટકાવી દેવામાં આવેલ છે અને બેનર મુજબ યોગ્ય નિકાલ કરવા અંગે કહેતાં તદ્દન ઉધ્ધતાઈભર્યા જવાબો મળે છે.જેથી આજરોજ ગોધરાના પશ્વિમ વિસ્તારનાં સ્થાનીક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.