ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર આજ સવારના ૮.૪૭ કલાકે યાત્રીગણ કૃપા ધ્યાન દે…..
——————–
વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનમાં મુસાફરોથી ભરચક ડબ્બામાં ભારેખમ લાકડાઓનો જથ્થો લઈને જતી મહિલાઓનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ.!!
@મોહસીન દાલ, ગોધરા
ગોધરાકાંડ ની ઘટના બાદ અતિ સંવેદનશીલ કહેવાતા ગોધરા રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી દરેક ટ્રેનોના સમયે મુસાફરો અને રેલ્વે તંત્રની સુરક્ષાઓ માટે રેલવે પોલીસ ફોર્સના જવાનો પેટ્રોલિંગ સાથે સુસજજ હોય છે. પરંતુ આજ સવારમાં ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે આવેલ વડોદરા થી કોટા પેસેન્જર ટ્રેનમાં ચાર જેટલી મહિલાઓ રેલ્વે સ્ટેશનની હદમાં કાપવામાં આવેલા વૃક્ષોની ભારેખમ લાકડાઓનો જથ્થો આ લોકલ ટ્રેનમાં સવાર મુસાફરોથી ખીચોખીચ ભરેલા ડબ્બામાં લાકડાના જથ્થાને ભરીને લઈ જતા હોવાના ચોંકાવનારા પ્રકરણના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈને ફરિયાદ સ્વરૂપમાં વડોદરા પશ્ચિમ રેલ્વે તંત્રના સત્તાધીશો સમક્ષ પહોંચ્યા હોવાનું કહેવાય છે. સૌથી ગંભીર આશ્ચર્યની બાબત તો એ હતી કે આજ સવારમાં અંદાઝે ૯ કલાકે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે વડોદરા કોટા પાર્સલ ટ્રેન આવી ત્યારે વિડીયોમાં દેખાતી મહિલાઓ ભારેખમ લાકડાની ડાળીઓ લઈને પ્લેટફોર્મ નં.૨ ઉપર બિન્દાસ્ત આવે છે અને મુસાફરો ભરેલા ડબ્બામાં આરામથી લાકડાના જથ્થાને મૂકે છે પરંતુ રેલ્વે પોલીસ ફોર્સના પેટ્રોલીંગના જવાનો ક્યાંય દેખાતા નથી આ સમગ્ર દ્રશ્યો ગોધરા રેલ્વે સ્ટેશનના સી.સી.ટી.વી.કેમેરાઓમાં કેદ તો થયા જ હશે.!! પરંતુ પેસેન્જર ટ્રેનમાં પરવાનગીઓ વગર લાકડાઓના જથ્થાને ચંચેલાવ સુધી લઈ જવાની આ લાપરવાહીના દ્રશ્યો એ ગોધરા રેલ્વે સત્તાધીશોની બેદરકારીઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હોવાના ગણગણાટો મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા.
ગોધરા રેલ્વે સ્ટેશનની હદમાં છેલ્લા કેટલાક દિવસોથી લીલાછમ વૃક્ષો હટાવોના શરૂ થયેલા અભિયાનમાં આર.પી.એફ.ના ગેટ પાસે કાપવામાં આવેલ નીલગીરીઓ માંથી ચંચેલાવ થી આવેલ મહિલાઓ આ વૃક્ષોની ભારેખમ ડાળીઓ કાપીને આજ સવારમાં ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે વડોદરા કોટા પેસેન્જર ટ્રેનમાં મુસાફરોથી ભરચક એવા ડબ્બામાં વૃક્ષોના ભારેખમ લાકડાઓ બિન્દાસ્ત લઈને રવાના થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.!!
વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનમાં મુસાફરોથી ભરચક ડબ્બામાં ભારેખમ લાકડાઓનો જથ્થો લઈને જતી મહિલાઓનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ.!!
Related Posts
Add A Comment