ગોધરા ન.પાલિકા સત્તાધીશોને લાખ્ખો રૂપિયાની આવક રળી આપતું શાક માર્કેટ સ્વચ્છ અને સુંદર રહે આ પસંદ નથી કે શું.?…..
———————————
ગોધરાના ઝહુરપુરા શાક માર્કેટના જાહેર રસ્તા ઉપર કચરાઓના ઢગલાઓની ગંદકીઓથી સૌ કોઈ પરેશાન.!!
ગોઘરા નગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ઝહુરપુરામાં આવેલ નગર પાલિકા સંચાલિત પંડીત દીનદયાળ ઉપાધ્યાય શાક માર્કેટ એ ગોધરા શહેરનું કચરા ઘર નગર પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક રહીશો અને દુકાનદારો દ્વારા અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગર પાલિકાના અણઘડ વહીવટને પાપે લાખ્ખો રૂપિયાની આવક આપતું સ્થળ ગંદકી એકત્રિત કરવાનું સ્થળ બની ગયું છે. જેના કારણે નગરજનોમાં રોષની લાગણી જેવા મળી રહી છે. અને નગર પાલિકાની ખોટી છાપ જનમાનસમાં ઉભરાઈ રહી છે.
આ બાબતે મુખ્ય અધિકારીએ નગર પાલિકાના સંબધિત કર્મચારીઓને હુકમ કર્યો હોવા છતાંપણ નગર પાલિકાના જવાબદાર કર્મચારીઓ દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. અને તેઓની સૂચનાની વિપરીત કાર્યવાહી કરવામાં આવે છે. અને ગોધરા નગર પાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેનદ્ર મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. આ સ્થળે ૨૪ કલાક માંથી ૨૦ કલાક જાહેર રસ્તા ઉપર અને મુખ્ય ગેટ પાસે ગંદકી રહે છે. નગર પાલિકા દ્વારા ત્યાં કચરો ઠાલવવામાં આવે છે. જે કચરો ૧૨ થી ૨૪ કલાક સુધી ઉપાડવામાં આવતો નથી. સાજના ૬ થી સવારના ૧૧ સુધી જાહેર રસ્તા ઉપર ખુબજ ગંદકી જોવા મળી રહે છે. રસ્તો બંધ થઈ જાય છે અને દુકાનદારો અને નગરજનોને અહીંથી પસાર થવું મુશ્કેલભર્યુ લાગી રહયુ છે.
આ સ્થળે સી.સી.ટી.વી. કેમેરાની સુવિધાઓ પણ મૂકી આપવામાં આવી છે. પરંતુ તેનો ઉપયોગ નગર પાલિકા કરતી નથી. અને જનપ્રિતીનિધીઓ સામે સાચી હકીકત મૂકવાની જગ્યાએ તેઓને ગેરમાર્ગે દોરીને આ સ્થળને ગોધરા શહેરનું કચરા કલેકશન કરી દેવામાં આવ્યું છે. આ ગંદકીઓના ઢગલાઓને કારણે રસ્તા વચ્ચે જ લારીઓ મુકવામાં આવે છે.જેને કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે અને ટ્રાફિક સમસ્યાને કારણે અરાજકતા ફેલાઈ છે.તેને લઈને નગર પાલિકા દ્વારા નક્કી કરેલ હદ નિશાનની અમલવારી થતી નથી.
નગર પાલિકાના સક્ષમ અધિકારીએ સ્થળ મુલાકાત કરી સ્થાનિક રહીશો અને દુકાનદારો પાસેથી હકિકતલક્ષી વાસ્તવિક પરિસ્થિતિ નો તાગ મેળવવા પણ રજૂઆત કરવામાં આવી છે. કેમ કે આ શાક માર્કેટમાં દરરોજ હજારોની સંખ્યામાં નગરજનો અવર-જવર કરતા હોય છે. અહીંના શાક માર્કેટમાં રોજની લાખ્ખોની આવક થાય છે. જ્યારે આવક આપતા આ જ સ્થળે પહેલાની જેમ બે ટાઈમ દિવસ રાત સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરવામાં આવે અને રાત્રીના સમયે ચોકીદાર અને સુપરવાઇઝર મૂકીને જાહેર રસ્તા ઉપર કચરો ફેલાવનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને નિયમિત પણે સી.સી.ટી.વી. કેમેરાનું ચેકીંગ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિકોની માંગણીઓ છે. તેમજ જો સી.સી.ટી.વી. કેમેરાનું મોનીટરીંગ અને અગાઉની જેમ રાત્રી સફાઈનો અમલ નહી કરવામાં આવે તો જિલ્લા સ્વાગત અને મુખ્યમંત્રી ગુજરાત સરકારના ડેશબોર્ડમાં આ સમસ્યાને મૂકી આરોગ્યલક્ષી અને સુરક્ષાઓ માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.ની ચીમકીઓ અહીંના સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે
@મોહસીન દાલ, ગોધરા