@vimalbhai patel, gambhoi
ઇડર police વિભાગ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવેલા 20 થી વધુ ઉમેદવારોને બસ સ્ટેન્ડમાં સુતા જોઈ પોલીસ લાઈન ખાતે વ્યવસ્થા કરી સેવાની સુવાસ પ્રસરાવી
police સાચા અર્થમાં પ્રજાના મિત્રની પ્રતીતિ કરાવતો ઇડરનો પોલીસ સ્ટાફ
રાજ્ય સરકાર દ્વારા વિવિધ કેડરની પરીક્ષાઓ યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં પંચાયત સેવાની પરીક્ષા યોજાઈ હતી. નિષ્પક્ષ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કામગીરી ખુબ જ આવશ્યક બની બની જાય છે. પોલીસ વિભાગ પ્રજાના મિત્ર બની ને વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરતા હોય છે. આવું જ એક ઉમદા કાર્ય કર્યું છે ઇડરના પોલીસ સ્ટાફે જે સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર હોવાની પ્રતીતિ કરાવે છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે તલાટીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને બસ સ્ટેશનમાં સુતા જોઈને ઇડર પોલીસ વિભાગ દ્વારા ઉમેદવારો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજ્યભરમાં તલાટી કમમંત્રીની પરીક્ષા યોજાઈ હતી.. ત્યારે પારદર્શક વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ હતી.
પરીક્ષાની આગળની રાત્રિ દરમિયાન ઇડર પોલીસ વિભાગના પી.આઇ શ્રી પ્રકાશભાઈ ચૌધરી, પીએસઆઇશ્રી જયદીપભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા નાઈટ ચેકીંગ માટે નીકળેલ હતા.ત્યારે ઇડર બસ સ્ટેશનમાં 20 થી વધુ લોકો સુતેલા જેવા મળ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓ તલાટીની પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું હતું.આ ઉમેદવારો પંચમહાલ, દાહોદ, મહીસાગરથી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે અમે તલાટીની પરીક્ષા આપવા આવ્યા છીએ. પરંતુ રોકાવાની કોઈ વ્યવસ્થા ન થતાં અમે બસ સ્ટેન્ડ ખાતે જ સુઈ ગયા છીએ.
આ જાણ થતાં જ ઇડર પોલીસ વિભાગના પીઆઇ, પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા 20 થી વધુ ઉમેદવારો માટે તાત્કાલિક પોલીસ લાઈન ખાતે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સવારે ચા – નાસ્તાની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઇડર પોલીસ વિભાગ દ્વારા ઉમેદવારો માટે તાત્કાલિક વ્યવસ્થા કરીને માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.