@mohsin dal godhara
હાલોલ નગરના સ્ટેશન રોડ પર આવેલી આર.કે. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી₹ ૫ લાખ જેટલી રકમની ગત મધ્ય રાત્રીએ ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લોખંડની મજબૂત તિજોરીનો લૉક વેલ્ડીંગ જેવા મશીન વડે કાપી તસ્કરો અંદાજે ₹ ૫ લાખની રકમ ચોરી ગયા હતા. જો કે તિજોરીમાં નીચે આવેલા બીજા ડ્રોઅરનો બીજો લૉક ન તૂટવા પામતા અંદર મુકેલ ₹ ૨૦ લાખ જેટલી માતબર રકમ બચી ગઈ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે તસ્કરો પોતાની કરતૂત છૂપાવવા સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. પણ સાથે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલ શહેરના સ્ટેશન રોડ પર સાંઈબાબાના મંદિર સામે આવેલી આર.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગત મધ્યરાત્રીએ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી આંગડિયા પેઢીને નિશાન બનાવી અંદાજે ₹ ૫ લાખ જેટલી માતબર રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનવા પામતા સમગ્ર હાલોલ નગર ખાતે ચકચાર પ્રસરી જવા પામી છે. જ્યારે સ્ટેશન રોડ જેવા હાર્દસમા વિસ્તારમાં તસ્કરોએ ગતરાત્રિએ અંદાજે ₹ ૫ લાખનો હાથ ફેરો કરતા લોકોમાં ભય સાથે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જેમાં આર.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગત મોડી રાતથી લઈ વહેલી પરોઢ સુધીમાં કોઈ એક ચોક્કસ સમયે અજાણ્યા ચોર ઈસમ કે ઈસમોએ આંગડિયા પેઢીનો મુખ્ય દરવાજાનું લૉક તોડી અંદર પ્રવેશ્યા હતા અને આંગડિયા પેઢીમાં આવેલી લોખંડની મજબૂત તિજોરીનું લૉક કોઈક વેલ્ડીંગ જેવા મશીનથી કાપી તિજોરીમાં મૂકેલી અંદાજે ₹ ૫ લાખ જેટલી માતબર રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં વહેલી સવારે આ બાબતની જાણ આંગડિયા પેઢીના કર્મચારીઓને થતા તેઓએ તાત્કાલિક બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે તાબડતોડ દોડી આવી હતી.
આંગડિયા પેઢી સહિત આસપાસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આંગડિયા પેઢીમાં અજાણ્યા તસ્કરોએ લોખંડની મજબૂત તિજોરીના લૉકને કોઈક વેલ્ડીંગ જેવા મશીનથી કાપી અંદાજે ₹ ૫ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હોવાનું તેમજ તિજોરીમાં આવેલા નીચેની સાઈડના એક ડ્રોઅરનો લૉક તસ્કરો ન તોડી શકતા અંદર મુકેલ ₹ ૨૦ લાખ જેટલી મોટી રકમ બચી ગઇ હતી અને તે રકમ સહી સલામત હોવાનું જોવા મળ્યું હતું. જેને લઇને મોટી ચોરીને અંજામ આપવા આવેલા તસ્કરો કોઈ જાણભેદુ હોવાનું શંકાના આધારે અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ટાઉન પોલીસે બનાવને અનુલક્ષીને તમામ શક્યતાઓની દિશાઓમાં તપાસ આગળ ધપાવી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અત્યંત ભેજાબાજ અને જાણકાર કહી શકાય તેવા ચોર ઈસમ કે ઈસમો ચોરીની ઘટનાને અંજામ આપવાની સાથો સાથ આંગડીયા પેઢીમાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર પણ કાઢી પોતાની સાથે લઈ ગયા હતા જેમાં તેઓનું કારસ્તાન કેમેરામાં કેદ ના થાય તેની સાવચેતી પૂર્વકની આગોતરી તૈયારી સાથે આવી ચોરી કરી કાળજીના ભાગરૂપે સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. પણ લઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે આ બનાવ અંગે ટાઉન પોલીસે બનાવને અનુલક્ષીને આસપાસના સી.સી.ટી.વી. કેમેરા ચકાસવા સહિત અન્ય દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.