હાલોલ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ટાવર રોડ ઉપરથી પાલિકા તંત્ર દ્વારા અવરોધરૂપ દબાણો દૂર કરવા માટેના બુલડોઝર બાબા જેવા વહીવટના પગલે જે વ્યાપાર ધંધાઓથી પરીવારજનોના ભરણ પોષણ કરીને ગુજરાન ચલાવતા હતા આ વ્યાપાર ધંધાઓ કાટમાળમાં ફેરવાઈને અમો રસ્તે રઝળતા થઈ ગયા હોવાની વેદનાઓ મશીનરીઓના અવાજમાં દબાઈ જવા પામી હતી. જો કે છેલ્લાં ૫૦ વર્ષોથી ટાવર રોડની ચોકડી ઉપર નાના મોટા વ્યાપાર ધંધાઓ કરતા મધ્યમ અને ગરીબ વર્ગને બેઘર કરતા પાલિકા તંત્રની આ દબાણ હટાવો ઝુંબેશ સામે હાલોલ ન.પાલિકાના કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા સલીમ સરજોણે દબાણ હટાવો ઝુંબેશમાં ચોક્કસ એક જ સમુદાયના વ્યાપાર ધંધાઓને કાટમાળમાં ફેરવી દેવાના આ પ્રયત્નો યોગ્ય નથી. શહેરના વિકાસ અને સ્વચ્છતાના પ્રયત્નોમાં અમો પણ સહભાગી છે અને નડતર દબાણો દૂર થાય આ પણ આવકાર્ય છે. અને આજ પ્રમાણે શહેરના તમામ માર્ગો ઉપરના જો દબાણો દૂર કરાવવાની ઝુંબેશ નહિ થાય તો અમો જરૂર પડયે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના આંગણે પણ જઈશું.!!
પાવાગઢ રોડ ઉપર આવેલ આદિવાસી ખેડૂતોની ૭૩ એ એની જમીનો ઉપર બંધાયેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષો સામે શરૂ થયેલ આકરી તપાસોમાં “અભી રૂક જાવ”ના દેખાયેલા આ માહૌલ વચ્ચે હાલોલ ન.પાલિકા તંત્ર દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપરના અવરોધરૂપ દબાણો દૂર કરવાના ઝુંબેશના શ્રી ગણેશ ટાવર રોડ ચોકડી ઉપરથી કર્યા છે એમાં નાના મોટા વ્યાપારીઓને ટૂંકી મુદ્દતની નોટીસો આપ્યા બાદ આજરોજ હાલોલ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા પોલીસ બંદોબસ્ત, એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફને સાથે રાખીને જે સ્થળે ૫૦ વર્ષોથી ધંધો કરતા હતા એ વ્યાપાર ધંધાઓને દૂર કરીને જમીનદોસ્ત કરવામાં આવતા રોજગારી વગરના થઈ ગયા હોવાના પરીવારજનોની આ લાગણીઓ સાંભળવા પણ કોઈ હાજર ન હતું. જો કે પાલિકા તંત્રની આ દબાણ હટાવો ઝુંબેશ સામે સ્થાનિક રહીશો અને બેરોજગાર થઈ ગયેલા આ પરીવારોમાં પહેલા અત્યંત જરૂરી એવા જાહેર માર્ગોની દુર્દશાઓ દૂર કરવાના બદલે પાલિકાની ચૂંટણીઓ જાહેર થાય આ પૂર્વે વોટ બેન્કમાં ગાબડાં પાડવાના રાજનૈતિક ઈશારા સામે પણ નારાજગીઓના ગણગણાટો સંભળાતા હતા.
શાકભાજી માટેના પથારાઓ ઉપર કેબીનો અને દુકાનો બની ગઈ આ સામે પણ કાયદેસર તપાસ કરવાની માંગ.!!
હાલોલ પાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા સલીમ સરજોણે ટાવર ચોકડી ઉપરથી શરૂ કરાયેલ પાલિકા તંત્રની દબાણ હટાવો ઝુંબેશના પગલે જણાવ્યું હતું કે ગેરકાયદે દબાણો દૂર થાય આ જરૂરી છે, ત્યારે હવે હાલોલ મધ્યમાં આવેલા તળાવ ફરતે બાંધવામાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષો પણ ગેરકાયદે બાંધકામની વ્યાખ્યામાં જ આવે છે. આજ પ્રમાણે હાલોલ પાલિકા દ્વારા શાક માર્કેટમાં ગરીબો માટે તૈયાર કરીને આપવામાં આવેલા પથારાઓ માલેતુજાર ચહેરાઓએ લઈને આ પથારાઓ ઉપર કેબીનો અને દુકાનો બાંધીને ક્યાંક લાખ્ખો રૂ.માં સોદાઓ કરી દીધા છે અગર તો દર મહિને હજારો રૂ.નું ભાડું વસુલ કરે છે.આ સામે પણ પાલિકા તંત્ર એ તટસ્થતા પૂર્વક કામગીરીઓ કરવી જોઈએ.!!
@મોહસીન દાલ ગોધરા