@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા નાં હમીરપર ગામે રામદેવપીર મંદિર અલખધણી આશ્રમ ખાતે રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવ ધામધુમથી ઉજવાયો હતો જે મહોત્સવમાં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રીના ૯ થી ૧ વાગ્યા સુધી મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાંએ સંગીતમયશૈલીમાં પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો તેમજ ભજન અને સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મહોત્સવમાં સમસ્ત હમીરપર ગ્રામજનોએ સહકાર આપ્યો હતો જે બદલ મંદિરના પુજારી જયંતીભાઈ રાઠોડે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અલખ ધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન , ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.