@partho pandya, patan
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સ ની પરિણામ બાદ આજે બુધવારે સવારે માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સવારે 7.30 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 77:00 ટકા પરિણામ જાહેર થયું હતું અને હારીજ ગર્લ્સ સ્કૂલ ની વિદ્યાર્થી ની જિલ્લા માં પ્રથમ નંબર પર રહી
પાટણના 13 કેન્દ્રમાં 7300 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી
જેમાં પાટણ 84.96%સિદ્ધપુર 75.88%ચાણસ્મા 77.27%રાધનપુર 70.21% ,કોઇટા72.12%,
વાયડ80.63%મેથાણ 74.65%,ધીનોજ 83.91%,હારીજ 86.70%,શંખેશ્વર 64.12%,વારાહી 71.28%,સમી 66.09 બાલીસના 76.71 રહ્યું હતું.જિલ્લામાં સૌથી વધી હારીજ તાલુકા નું 86.70ટકા જ્યારે ઓછું શંખેશ્વર નું 64.12 ટકા રહ્યું હતું
પાટણ શહેરમાં એક્ષપેરીમેન્ટ્લ હાઇસ્કુલની વિદ્યાર્થીની માહી શાહ ઉતૃષ્ઠ પરિણામ બાદ સી એ બનવાની ઈચ્છા વ્યકત કરી હતી.
પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહ નું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 10103 વિદ્યાર્થીઓ પૈકી 20 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 316 વિદ્યાર્થીઓએ A2, 1151 વિદ્યાર્થીઓએ B1 અને 2019 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.2463 વિદ્યાર્થીઓએ C1 અને 1614 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 192 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.
હારીજની હાઈસ્કૂલ ધોરણ 12ના પરિણામ થયા જાહેર
- હરીજ ગર્લ્સ હાઇસ્કુલ 89.52%
- કે પી હાઈસ્કૂલ હારીજ 80.80%
- હારીજ પ્રથમ નંબર
- વાઘેલા આશાબા 99.94. PR.
- બીજા નંબરે પ્રણાલી દવે 98.18.PR.
- તીજા નંબરે.જીનલબે પ્રજાપતિ.97.47. PR
- પાટણ જિલ્લાનું પરિણામ.77.00 બોર્ડનું પરિણામ 73.27