તા.૨૧ થી ૨૮ ડીસેમ્બર દરમ્યાન નોઇડા [ યુ.પી. ] ખાતે યોજાઈ ગયેલ બહેનો માટેની ૭મી સીનિયર નેશનલ બોકસીંગ ચેમ્પીયનશીપ્સમાં ગુજરાતની કુ. હેતલ દામા એ પ૨ થી ૫૪ કિલો. વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ ખાતે જે બોક્સીંગ એકેડેમી શરૂ કરવામાં આવી છે તેના ફળ રૂપે આ મેડલ પ્રાપ્ત થયેલ છે. ગુજરાત બોક્સીગ એસો. ના હોદ્દેદારો દિલીપભાઇ બ્રહ્મભટ્ટ : માનદ્ મંત્રી, મનીષ મકવાણા : ટ્રેઝરર : તથા કુ. લતા શર્મા : સદ્ મંત્રીએ અભિનંદન સાથે વધુ સિધ્ધિ માટે શુભેચ્છા પાઠવી.
Related Posts
Add A Comment