સાબરકાંઠા માં બે દિવસ પહેલા આવેલા વાવાઝોડા એ ભારે તારાજી સર્જી ઠેર ઠેર મહાકાય વૃક્ષો મુર સમેત ઉખેડી જાવા પામ્યા હતા.અને અનેક લોકોના રહેણાંકના તેમજ પશુઓ ના રહેવા માટેના પાતળા ના શેડ ઉડી જવા પામ્યા છે.ત્યારે ઇડર તાલુકા ના વસાઈ ગામની પાદરે ઉભો અને ગામ લોકોની સુખ:દુઃખ નો સાક્ષી એવો 80 વર્ષ જૂનો મહાકાય વડલો વાવાઝોડા માં મૂળ સમેત ઉખડી જતા ગામના યુવાનો વડિલો, માતાઓ સહિત ગામલોકોની આંખ માં ભારે દુઃખ સાથે આંસુ આવ્યા હતા .વસાઈ ગામની પાદરે લગભગ 80 વર્ષ જૂનો મહાકાય વડ કેટલાય પંખીઓના નિવાસ્થાન,આશરો,કોરિયો ની સાથે સાથે પશુઓ નો છાંયડો તો વડીલો નો નિરાંત નો વિસામો છિન્નવાયો હતો,ત્યારે વસાઈ ગ્રામ જનો એ વડલા ને શ્રદ્ધાંજલિ આપી શોક સભા રાખવામાં આવી હતી.જ્યારે ગામના સરપંચ નરેશભાઈ દેસાઈ એ જણાવતા કહ્યું કે આજ સ્થળે નવો વડ ઉછેળ વામાં આવશે.. વડલાની શોક સભામાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા
@lalit patel. idar