અમદાવાદમાં ગેરકાયદે હથિયાર (weapon) વેપાર મામલે પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હથિયારનો (weapon) વેપાર પ્રતિક ચૌધરીના ઈડરના (idar) ઘરેથી વધુ અઢી લાખના હથિયાર (weapon) મળ્યા છે. ગેરકાયદે હથિયાર મામલે સોલા પોલીસે આસામ રાયફલના નિવૃત જવાનની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન બીજા અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે
આ ગુનામાં કુલ 2 એજન્ટો સહિત 9 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે
સોલા પોલીસની (police) એક ટીમ છેલ્લા 1 સપ્તાહથી જમ્મુ કાશ્મીરમાં તપાસમાં હતી
આ ઉપરાંત સોલા પોલીસે જમ્મુ કાશ્મીરથી ત્રણ શંકાસ્પદ લોકોની પણ ધરપકડ કરી છે. આ લોકોની પૂછપરછ દરમિયાન અન્ય પણ ખુલાસાઓ થઈ શકે છે. સોલા પોલીસની ટીમ છેલ્લા એક સપ્તાહથી જમ્મુ કાશ્મીરમાં તપાસ ચલાવી રહી હતી. આ ગુનામાં કુલ બે એજન્ટો સહિત નવ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉ પકડાયેલ આરોપી આરીફ ખાન પઠાણની પાસેથી માત્ર 1 પિસ્તોલ અને 6 કારતુસ પકડાયેલા હતા. જે હથિયાર (weapon) રફીક અહેમદ ઉર્ફે તીલ્લી શેખ નામના વ્યક્તિએ તેમને આપેલ હતા. જોકે ગેરકાયદેસર હથિયાર વેચવાના કારોબારને ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લો પાડવા આરીફ ખાનની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા વધુ હથિયાર પકડવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપી રફીક અહેમદ ઉર્ફે તીલ્લી મૂળ દરિયાપુર વિસ્તારનો રહેવાસી છે જ્યારે અસલમખાન પઠાણ કાલુપુરનો રહેવાસી છે. જેમની પાસેથી 5 પિસ્તોલ અને 1 દેશી તમંચો સહિત 13 જેટલા કારતુસ પણ મળી આવ્યા હતા.
મહત્ત્વનું છે કે, પકડાયેલ આરોપી રફીક અને અસલમખાન પઠાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હવે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી કેટલા સમયથી હથિયાર મંગાવવામાં આવતા હતા અને અગાઉ કોને કોને હથિયાર વેચવામાં આવે છે તે અંગે તપાસ શરૂ કરી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8