ગોધરા L.C.B.ટીમે વાવડી (બુ)ના શ્રાવણીયા જુગાર ધામ ઉપર રેડ કરીને ₹ ૩.૪૭ લાખના મુદ્દામાલ સાથે બે પૂર્વ સરપંચો સમેત ૧૪ જુગાર રસીયાઓને ઝડપી પાડ્યા.!!
ગોધરાના વાવડી બુઝર્ગના એક મકાનમાં શ્રાવણીયા જુગારના શોખીન ચહેરાઓ જુગાર રમવામાં તલ્લીન હોવાના ચોક્કસ બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. શાખાની ટીમ દ્વારા મોડીસાંજે હાથ ધરેલા ગુપ્ત ઓપરેશનમાં વાવડી(બુ) પૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પરવડીના પૂર્વ સરપંચ અને ભાજપના અગ્રણી કાર્યકર સંજય પટેલ સમેત ૧૪ જેટલા જુગાર રસિયાઓ અંદાજે ₹ ૩.૪૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. જો કે આ જુગારધામ ઝડપાયા બાદ વાવડી (બુ)માં લાંબા સમયથી ચાલી રહેલ રાજકીય અહમની લડાઈમાં વધુ એક સ્ફોટક પ્રકરણનો ઉમેરો થયો હોવાની ચર્ચાઓ સમાંતરે શરૂ થવા પામી છે.
ગોધરાના વાવડી(બુ) ગામે ભગવાનગીરી ગોસાઈના મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ગોધરા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ.નાદિરઅલી નિઝામુદ્દીનને મળેલ ચોક્કસ બાતમીના આધારે પી.એસ.આઈ.એસ.આર.શર્માની ટીમ દ્વારા ગત મોડી સાંજે હાથ ધરાયેલા ગુપ્ત ઓપરેશનમાં શહેરના સામાજીક અને રાજકીય ક્ષેત્રમાં અગ્રણી કહેવાતા જુગારરસીયા ચહેરાઓ ગોધરા એલ.સી.બી. ટીમની ઘેરાબંધીમાં ઝડપાઈ જતા સમગ્ર શહેર સમેત રાજકીય મોરચે ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. ગોધરા એલ.સી.બી. ની ટીમે અંગ ઝડતી માંથી ₹ ૫૯,૫૦૦ તથા દાવ ઉપરના ₹ ૧.૮૩ લાખ રોકડા અને ૧૦ મોબાઇલ ફોનો સમેત ₹ ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તમામનો મોડી રાત્રે જુગારધારા હેઠળ અટક કરીને જામીનમુક્ત કરાયા હતા.!!
આ છે શ્રાવણીયા જુગારના શોખીન ચહેરાઓ…..
(૧) વિજેન્દ્રસિંહ રણવિરસિંહ રાઠોડ, રહે. વાવડી, ક્રીષ્ણા સોસાયટી ઘર નં.૨૫ દાહોદ રોડ, ગોધરા, (૨) યશપાલસિંહ વિરેન્દ્રસિંહ પુવાર રહે.વાવડી, બાપુનગર દાહોદ રોડ ગોધરા, (૩) મહીપાલસિંહ દશરથસિંહ રાઉલજી રહે.વાવડી બાપુનગર દાહોદ રોડ,ગોધરા, (૪) દિપકભાઇ અર્જુનભાઇ પટેલ રહે.બામરોલી રોડ શીવમ પાર્ક સોસાયટી ઘર નંબર-૩૨, ગોધરા, (૫) હેમરાજસિંહ પુનેન્દ્રસિંહ રાઉલજી રહે.રતનપુર કાંટડી ઠાકોર ફળીયું,ગામ. ગોધરા, (૬) અજયસિંહ દિલીપસિંહ રાઉલજી
રહે.વાવડી બાપુનગર પેટ્રોલપંપ પાછળ દાહોદ, ગોધરા,
(૭) સંજયભાઇ સોમાભાઇ પટેલ રહે.પરવડી મંદીર ફળીયું,ગોધરા, (૮) શ્રીકુમાર સુરેશભાઈ બારીઆ રહે.યોગેશ્વર સોસાયટી ઘર નંબર-૭ આઈ.ટી.આઈ કોલેજ પાછળ, ગોધરા, (૯) ધર્મેન્દ્રભાઇ વિનોદભાઇ ગોસાઈ રહે.વાવડી બાપુનગર ઘર નંબર-૧૪ દાહોદ રોડ ગોધરા, (૧૦) સુનીલકુમાર રાણજીભાઇ મકવાણા રહે.વાવડી બાપુનગર ઘર નંબર-૧૫ દાહોદ રોડ, ગોધરા, (૧૧) ચંન્દ્રકાન્તભાઇ મુલચન્દભાઇ પારવાણી રહે.બહારપુરા સીવીલલાઈન્સ રોડ ગોધરા, (૧૨) જયભાઇ ઉર્ફે જીમ્મી દિપકભાઇ શાહ રહે.રાયણવાડી સોસાયટી નંબર-૧ ઘર નંબર-૩૦, ગોધરા, (૧૩) સંજયભાઇ રાજુભાઇ નિનામા રહે.પરવડી ચારેલ ફળીયું તા.ગોધરા અને (૧૪) ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ
રહે.વાવડી બાપુનગર દાહોદ રોડ,ગોધરા
@mohsin dal, godhra