- ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓને ઝબ્બે કરવા માટે પોલીસ તંત્રની ટીમોનું ઓપરેશન તેજ…..
ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ગોધરા કસ્બાના રે.સર્વે.નંબર ૫૧૪ અને ૫૧૫ ની ખેતી જમીનના મૂળ માલીક શ્રીપાદરાવ દત્તાત્રેય મુકાદમ (મુજીમદાર) ૩૫ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. આમ છતાંપણ ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વર્ષ ૨૦૧૯ માં આ ખેતીની જમીનોના વેચાણ દસ્તાવેજ કરવા માટે આવેલા શ્રીપતરાવ મજમુદારના કારનામાઓને અંજામ આપનાર ૧૦ ભેજાબાજ સિન્ડીકેટ ગેંગના આરોપીઓ સામે સરકાર પક્ષે ગુન્હો દાખલ કરીને ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ. એન.એલ.દેસાઈની ટીમે ત્રણ સૂત્રધાર ચહેરાઓ (૧) નરેન પ્રકાશભાઈ ભટ્ટ રહે.એશીયાર્ડ નગર, કંજરી રોડ (હાલોલ),(૨) નિસારએહમદ ફીરોજ દાવલા રહે.વેજલપુર રોડ, સીગ્નલ ફળીયા (ગોધરા) અને (૩) અસલમ અબ્દુલસત્તાર જરગાલ રહે.ધંત્યા પ્લોટ,(ગોધરા)ની ધરપકડ કરીને ગોધરા અદાલત સમક્ષ હાજર કરીને સાત દિવસોના પોલીસ રિમાન્ડ મેળવીને તપાસોનો ધણધણાટ શરૂ કર્યો છે. જો કે સાત દિવસોના પોલીસ રિમાન્ડ આજરોજ પૂર્ણ થયા બાદ ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ. એન.એલ.દેસાઈ દ્વારા આ ૩ આરોપીઓને અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા આ આરોપીઓને ગોધરા સબ જેલમાં મોકલી આપવાના આદેશ કરાયા છે. જો કે ગોધરાના જમીન માફિયાઓ અને મહેસુલી તંત્રમાં છેલ્લાં ચાર વર્ષોથી અસલી નકલી શ્રીપતરાવના બહુચર્ચિત જમીન પ્રકરણમાં અંતે સત્તાવાર ગુન્હો દાખલ થતાવેંત અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ ચહેરાઓને ઝબ્બે કરવા માટે પોલીસ તંત્રની ટીમો એ સર્ચ અભિયાન હાથ ધરીને મહત્વના એવા દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને તપાસને વેગવંતી બનાવી છે.
ગોધરા કસ્બાની મક્કી મસ્જીદની પાછળ રગડીયા પ્લોટ ઉપર આવેલ અંદાઝે ૬ એકર ઉપરાંત ખેતીની જમીનના ૩૫ વર્ષો પહેલા મૃત્યુ પામેલા મૂળ માલીક શ્રીપાદ દત્તાત્રય મુજીમદાર(મુકાદમ) ૨૦૧૯- મે મહિનામાં ગોધરાના રહીશો ઈરફાન હયાત અને નિશાર દાવલાને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂમાં હાજર રહયા હોવાના સરકારી રેકર્ડ ઉપર દેખાવો ઉભા કર્યા હતા. પરંતુ મૃતક શ્રીપાદ દત્તાત્રય મુજીમદાર (મુકાદમ) ના હિતેચ્છુ મિલીન્દ મુજીમદાર દ્વારા ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરી માંથી અધિકૃત માંગણી સાથે તત્કાલીન સમયમાં ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવેલ રજીસ્ટર વેચાણ દસ્તાવેજના ઈન કેમેરાની કાર્યવાહીની રેકોર્ડિંગની વિગતો માંગતા આ કિંમતી જમીનમાં વેચાણ દસ્તાવેજમાં એક બોગસ ચહેરો પોતે મૃતક શ્રીપાદ દત્તાત્રય મુજીમદાર (મુકાદમ)ને ૩૫ વર્ષો બાદ જીવિત કરીને ગોધરા સબ રજીસ્ટ્રાર સમક્ષ હાજર રહયા હોવાના
ચોંકાવનારા કરતૂકો જોઈને મૃતકના હિતેચ્છુઓ પણ ચોંકી ઉઠયા છે.!!
ગોધરા શહેરના હમીરપુર રોડ ઉપર રગડીયા પ્લોટની બાજુમાં આવેલ અંદાઝે ૬ એકર ઉપરાંત કસ્બાની જમીનના ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરવા માટે મે-૨૦૧૯ માં રૂબરૂમાં હાજર થયેલા શ્રીપાદ દત્તાત્રય મુજીમદાર (મુકાદમ) તો વડોદરા ખાતે તા.૦૨-૧૨-૧૯૮૪ માં અવસાન પામ્યા હતા.!! ગુજરાત સરકારના મહેસુલી તંત્રના સત્તાધીશો સમક્ષ ન્યાય માંગતી લેખિત રજુઆત કરીને અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવા માટે સંબંધિત વિભાગો પાસેથી એકત્રિત કરી હતી. આ ચોંકાવનારા કિસ્સામાં કહેવાય છે કે આ કસ્બા વિસ્તારની ખેતીની જમીનના પ્રીમિયમ ભરવા માટે પંચમહાલ કલેકટર અને સેટલમેન્ટ કમિશનર સમક્ષ રીમાન્ડ હુકમ પડતર હોઈ તત્કાલીન સમયના સર્કલ ઓફિસરે આ જમીનના વેચાણ દસ્તાવેજની નોંધ ના-મંજુર કરી હતી આ મુદ્દાની ગંભીરતાઓ ધ્યાને લેવાના બદલે ગોધરા પ્રાંત અધિકારી એ પંચમહાલ કલેકટર અને સેટલમેન્ટ કમિશનરના રીમાન્ડ હુકમની રાહ જોયા વગર સર્કલ ઓફિસરના હુકમનો રદ્દ કરતો વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો. એમાં આ કિંમતી જમીનોના સોદાગરો પણ વધુ એક વેચાણ દસ્તાવેજ સાથે બદલાઈ ગયા હતા.!!
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8