ગુજરાત રાજ્યમાં બનેલા બીજા વન કવચનું ઉદ્દઘાટન તા. ૩ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે.
હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વિરાસત વનની બાજુમાં જ નિર્માણ પામેલા ‘વન કવચ’નું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.૩’ ઓગસ્ટ ગુરુવારના રોજ કરવામાં આવનાર છે ત્યારે આ ઉદ્દઘાટન કાર્યક્રમ માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ખૂબ ટૂંક સમયમાં આ વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અને ઈચ્છા મુજબ રાજ્યના ધાર્મિક તીર્થસ્થાનો ઉપર આવા વન કવચ બનાવવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી અને પાવાગઢ ખાતે આવા વન બનાવવામાં આવે તેવી ખાસ ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે અંબાજી ખાતે આવું વન બનાવી તેનું પર્યાવરણ દિવસના દિવસે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.ત્યારે રાજ્યમાં બીજું વન કવચ પાવાગઢ ખાતે બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.૦૩’ ઓગસ્ટ ગુરૂવારના રોજ કરવામાં આવનાર છે.
હાલોલ નજીક પાવાગઢ બાપપાસ ઉપર ૧૧ વર્ષો પહેલાં બનાવવામાં આવેલા વિરાસત વનની બાજુમાં વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા વન કવચનું ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. જિલ્લાનું વહીવટી તંત્ર તેની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. વડા તળાવ ખાતે આવેલી પંચ મહોત્સવની સાઇટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભા સંબોધશે અને ત્યારબાદ વન કવચનું ઉદ્દઘાટન કરશે.
વન વિભાગ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં અહીં કૃત્રિમ વન ઊભું કરવામાં આવ્યું છે. અહીં વનમાં ૧૦૦થી વધુ પ્રકારના ૧૧ હજાર જેટલા નેટિવ પ્લાન્ટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. એક હેક્ટરથી વધારે જમીનમાં બનાવવામાં આવેલા આ વન કવચને મિયાવાકી પધ્ધતિથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પધ્ધતિથી વન નિર્માણ કરવામાં આવ્યું છે. તે પધ્ધતિથી અહીં જમીન તૈયાર કરવામાં આવી હતી અને તેમાં ૧૧ હજાર જેટલા પ્લાન્ટ્સનું વાવેતર કરીને જંગલ બનાવવામાં આવ્યું છે.
અહીં ૧૧ વર્ષો પહેલા બનાવવામાં આવેલા વિરાસત વનમાં આજે વર્ષે એક લાખથી વધારે પ્રવાસીઓ તેની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અહીં વર્લ્ડ હેરિટેજ સાઇટના સ્મારકો જોવા માટે આવતા પ્રવાસીઓ અને મહાકાળી ધામ પાવાગઢમાં માતાજીના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે જોવા લાયક વધુ એક સ્થળ ઉભું કરવામાં આવ્યું છે. વન કવચમાં ત્રણ ગજેબો બનાવવામાં આવ્યા છે. પથ્થરની શીલાઓ ગોઠવીને બનાવવામાં આવેલા આ ગજબ ઉપર વૃક્ષોના પાંદડાની કોતરણી કરી તેમાંથી ઓછા વજનવાળા આકર્ષક અને કલાત્મક ગુંબજો બનાવવામાં આવ્યા છે.
વન કવચમાં સ્કાય વોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં આવતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે સ્કાય વોક અને વોચ ટાવર ઉપર ચઢીને વન કવચની સુંદરતાને નિહાળી શકે અને કેમેરામાં કેદ કરી શકે તે રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા વન કવચનો જે ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. તે ગેટના નિર્માણ માટે પાવાગઢમાં માંચી ખાતે આવેલા સાત કમાનના સ્ટ્રક્ચરની જે આર્ક છે. તે આર્ક જેવી કમાન વાળો ગેટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વન કવચનું ઉદ્દઘાટન ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. ત્યારે વડા તળાવ પંચમહોત્સવ સાઈડ ઉપર તેઓના સંબોધન સ્થળ ખાતે વિશાળ ડોમ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિરાસત વનમાં આવતા સહેલાણીઓ વન કવચની મુલાકાત પણ ચોક્કસ લેશે તેમજ આ વન કવચની મુલાકાતે આવનાર પ્રવાસીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી વસુલ કરવામાં નહિ આવે એટલે પ્રવાસીઓનો ઘસારો રહેશે એવી વન વિભાગે આશા વ્યક્ત કરી છે.
પાવાગઢ નજીક જેપુરા ગામે ૧.૧ હેક્ટરમાં ૧૦૦ થી વધુ પ્રકારના ૧૧ હજારથી વધુ વૃક્ષો સાથે…..
Related Posts
Add A Comment