@સોહિલ ધડા, ઝાલોદ
Jhalodમાં નગરપાલિકા પ્રજાલક્ષી કામો કરવાના બદલે હાલ કુંભકર્ણની જેમ ઉંઘમા હોય તેવુ જણાય આવતા આમ આદમી પાર્ટીના ઝાલોદ પ્રમુખ અનિલભાઇ ગરાસિયા તેમજ કાર્યકર્તાઓએ નગરમા ચાલી રહેલ અંધેર વહીવટ વિશે અવગત કરી પ્રાથમિક સુવિધાઓ થી વંચિત દરેક વિષયપર વહીવટદારને આવેદનપત્ર સોંપવામા આવ્યુ હતુ..
માંડલી.લખારવાડી.ગીતા મંદિર.મૌ આઝાદ સ્કુલ અને મુસલમાન ઘાંચીસમાજ કબ્રસ્તાનને અડીને અતિશય ગંદકી રોડ રસ્તાઓ.ભુગર્ભ ગટર યોજનાઓ દયનીય સ્થિતીમા જોવા મળી આવે છે. રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રેહવી જેવી અનેક સમસ્યાઓને લઇ નગરની સમસ્યાઓને લઇ આવેદનપત્ર સૌંપવામા આવ્યુ હતુ.
બીજી તરફ ઝાલોદમા કેટલાય મહિનાથી અમુક વિસ્તારોમા સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળી આવે છે. આમ નગરના રહીશો દ્વારા ચોમાસા દરમિયાન પ્રાથમિક સુવિધાઓની ખાસ જરુરીયાતો પડતી હોવાથી તે વિશે અનેક ફરિયાદો કરતા હોવા છતા આ બાબતે ઝાલોદ ન.પાલિકા નિરશ હોય તેમ જણાય આવે છે.
નગરના રહીશોને સહુલતો તેમજ પ્રાથમિક સુવિધાના નામે ટેક્ષના પૈસા આપતી હોવા છતા આ રીતે તેમના પૈસા વ્યર્થ થતા હોય તેવુ જણાય આવે છે. રાત્રિ દરમિયાન નગરની લાઈટો ની સ્વીચ ચાલુ કરવાની ભુલી જતી હોય તેમ જોવા મળી રહ્યુ છે..
હાલ છેલ્લા 3 મહિનાથી વહીવટદાર શાસન ચાલી રહ્યો છે ત્યારે આ કેવા પ્રકારનો અંધેર વહીવટદાર ચાલે તે અંગે સવાલો ઉઠવા પામ્યા તેમજ નગરના રહીશોએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રેહતા હોવાથી લોકોમા રોષ પણ જોવા મળી આવે છે.