@@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
કોઈપણ ધાર્મિક યાત્રા કે મેળાવડો હોય પણ વિધર્મીઓ દ્વારા એ યાત્રા ભંગ કરી વિક્ષેપ પાડવાની જેહાદી પ્રવૃત્તિઓ કરાતી હોય છે. ત્યારે આવી જ એક હરિયાણામાં બનેલી ઘટનાના વિરોધમાં અરવલ્લીમાં ધરણા યોજાયા હતા.
હરિયાણાના મેવાતમાં ધર્મિક યાત્રા પર જેહાદી આતંકી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સાંજે પાંચ વાગે અરવલ્લી જિલ્લાના મોડાસા ચાર રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજયભાઈ આર ભાવસાર તેમજ હસમુખભાઈ પટેલ મંત્રી અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તથા કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને આવું જેહાદી કૃત્ય ફરીથી ન થાય તેમજ દોષિતોને આકરી સજા થાય તેવી સરકાર સમક્ષ માગ કરી હતી.