@મોહસીન દાલ, ગોધરા
કાલોલના ડેરોલ સ્ટેશનમાં જમીન સંપાદનના વળતરના નાણાંમાં પોતાના સગાભાઈના હિસ્સાના લાખ્ખો રૂપિયા હડપ કરી જવાના પ્રકરણમાં ચાર દિવસોના પોલીસ રિમાન્ડ દરમિયાન કાલોલ પોલીસ તંત્રની ટીમે બે આરોપી ભાઈઓ ભરતભાઈ અને વિનોદભાઈ બ્રહ્મભટ્ટ પાસેથી રૂપિયા ૬૪ લાખ જેવી માતબર રકમને રીકવર કર્યા બાદ આજરોજ અદાલત સમક્ષ હાજર કરાયેલા બે આરોપી ભાઈઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગોધરા સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
કાલોલ પોલીસ મથકે ઠાકોરભાઈ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા નોંધાવેલ પોતાના બંને ભાઈઓ સામે ખોટુ કુલમુખત્યારનામુ અને ખોટુ સંમતીપત્ર બનાવી ત્રણ ભાઈઓ ના સંયુક્ત નામે કાલોલ તાલુકાના બલેટીયા ગામે નવા સર્વે નં ૪૧, ૪૧, ૫૨, ૫૩ની જમીનોના જે જમીનોમાં સરકારની મંજૂરી મેળવી ઈંટોના ભઠ્ઠા ચલાવવામાં આવતા હતા.જે પૈકી કેટલીક જમીનો ચારેક વર્ષ અગાઉ દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ હાઇવેમાં સંપાદિત કરવામાં આવતા ગોધરા ખાતેમાં જમીન સંપાદન અધિકારી દ્વારા વળતર કેસ બનાવી સરકાર હેડે જમીનની મળવાપાત્ર કિંમત નક્કી કરી હુકમો કરવામાં આવ્યા હતા. જે પૈકી રૂ ૧૧,૪૮,૦૬૩/ અને રૂ ૧,૮૨,૪૩,૯૩૧ એમ કુલ મળીને રૂ ૧,૯૩,૯૧,૯૯૪/ મળવા પાત્ર રકમ થતી હતી તે તમામ રકમ ઠાકોરભાઈ મુળજીભાઈને આપ્યા વગર વિનોદભાઈ અને ભરતભાઇ એ પોતાના ખાતાંમાં જમા કરાવી પોતાના અંગત વપરાશમાં વાપરી નાખ્યા હતા જે બાબતે કાલોલ કોર્ટ દ્વારા ચાર દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજુર કર્યા હતા રિમાન્ડ દરમ્યાન કાલોલ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી આરોપીઓના બેંક એકાઉન્ટ માંથી અને ઘરમાંથી ત્રીજા ભાગની રકમ અંદાજે ચોસઠ લાખ રૂપિયા રિકવર કર્યા છે. આટલા ટુંકા સમયમાં રિમાન્ડ દરમ્યાન આટલી મોટી રકમની રિકવરી પંચમહાલ જિલ્લામાં કદાચિત પહેલી જ વાર બન્યુ હોવાની ચર્ચા ચાલી રહી છે. આજ રોજ પુરા થતા કાલોલ કોર્ટમાં રજૂ કરી રીકવરી થઈ હોવાથી વધુ રિમાન્ડ નહિ માંગતા કોર્ટે બંને આરોપીઓને ગોધરા સબજેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
કાલોલ / પોલીસે જમીન સંપાદનના વળતરના નાણાં રીકવર કર્યા બાદબંને ભાઈઓને કર્યા સબ જેલના હવાલે.!!
Related Posts
Add A Comment