@PARTHO PANDYA, PATAN
પ્રધાન મંત્રી મોદીએ લાલ કિલ્લા પર થી 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરી ના રોજ ભાષણ માં સ્વચ્છતા માટે દેશવાસીઓ પાસે આગ્રહ રાખે છે થોડાક દિવસ સુધી નાગરિકો માં ઉત્સાહ દેખાય છે ક્યાંક ફોટો સેશન થાય છે અને સ્થિતિ પાછી હતી તેમની તેમ ગંદકીનો માહોલ સર્જાય છે ખાસ કરી ને સરકાર સ્કૂલ પર વધુ ફોકસ કરતી હોય છે અને બાળકો ને સ્વચ્છતા ના પાઠ શીખવાડવા માં આવે છે ત્યારે એ એક સ્કૂલ ની મુલાકાત લીધી ત્યારે સ્કૂલ માં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો સૌચાલય ની દુર્દશા, તેમજ ગ્રાઉન્ડ પર પડીકીઓ જોવા મલી અને ઓરડા તેમજ સ્ટાફ, ની ઘટ સાથે એક એક ક્લાસ માં બબે ત્રણ ત્રણ ધોરણ એક સાથે બેસાડાય છે
પાટણ એ શિક્ષણ નગરી છે અને અહી શિક્ષણ ની દુહાઈ દેવા માં આવે છે અહી પાયા નું શિક્ષણ ઉત્તમ છે તેમજ સરકારી સ્કૂલો મા પણ ઉજળું ચિત્ર બતાવવા માં આવે છે પરંતુ આવા તમામ દાવા વનરાજ મધ્ય વર્તી પગાર કેન્દ્ર ની મુલાકાત લેતા છેદ ઊડી ગયો છે સ્કૂલ ની મુલાકાત દરમ્યાન અહી એક બાજુ સ્કૂલ ચાલે છે બીજી બાજુ સર્વ શિક્ષા અભિયાન ની કચેરી કાર્યરત છે , આ સ્કૂલ કમ્પાઉન્ડ માં બે ભાગ ના બગીચા બનાવવા માં આવ્યા છે અને બને બગીચામાં કચરો તેમજ ગુટકા ની પડીકી અને નાસ્તા ના પડીકા અત્ર તત્ર સર્વત્ર જોવા મળ્યા હતા
આ સ્કૂલ માં 6 શિક્ષકો નું મહેકમ સામે ધોરણ 1 થી 8 ના 125 જેટલા બાળકો અભ્યાસ કરે છે અહી ની મુલાકાત દરમ્યાન શિક્ષકો થોડોક સમય બાળકો ને ભણાવી ને લેશન આપ્યા બાદ સરકારી કામકાજ લઈ ને બેસી જવું પડે છે અને એક કલાસ માં 1થી 3 બીજા ક્લાસ માં 4.અને 5 ધોરણ તેમજ એક ઓરડા માં 6 થી 8 ધોરણ સાથે બેસાડવા માં આવે છે
શાળા ની ગંદકી બાબતે લાખ રૂપિયા નો પગાર લેતા આચાર્ય શિક્ષકો પાસે એક જ જવાબ હતો કે આ બધું રસ્તે થી ઉડીને અંદર કમ્પાઉન્ડ માં આવે છે આમે કે અમારા બાળકો ગુટકા ના બંધાણી નથી પરંતુ મીઠી સોપારી ની પડિકો જોવા મળી હતી
તો સર્વ શિક્ષા અભિયાન કચેરી ના કર્મચારીઓએ પણ હાથ ખંખેરી ને રસ્તા નું તેમજ અસામાજિક તત્વો પર ઠીકરાં ફોડ્યા હતા આમ સ્વચ્છતા ના પાઠ જ્યાં સ્કૂલો માં થી ભણાવવા માં આવે છે ત્યાં દીવા તળે અંધારું દેખાય છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
Independence Day 2023 Special: સ્વતંત્રતા સેનાની ઉલ્લાસ્કર દત્તા અને લીલાની અનોખી પ્રેમકથા
ફક્ત આ ખાસ લોકોને તેમની કાર પર ત્રિરંગો ધ્વજ લગાવવાનો અધિકાર છે