@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
ચુડા તાલુકાના ચોકડી ગામ પાસે હથિયાર પરવાના વાળી બંદૂક દેખાડી ઢોર માર મારી યુવક સાથે લૂંટની ઘટના આચરનાર મુખ્ય આરોપી મહાવીરસિંહ સિંધવને લીંબડી ડિવિઝન પોલીસ સુરેન્દ્રનગર લાવી.
હથિયાર પરવાના વાળી બંદૂક જપ્ત કરવા માટે મહાવીરસિંહ સિંધવે પોલીસ વિભાગને ચકરાવે ચડાવ્યું – અંતે ચુડા ખાતે આવેલ ઓફિસે થી રિવોલ્વર જપ્ત કરવામાં આવી.
પહેલા વઢવાણ જીઆઇડીસી વિસ્તારના કારખાનામાં બંદૂક છુપાવી હોવાનું પોલીસને જણાવ્યું ત્યારબાદ શહેરના અજરામર ટાવર ચોકમાં પાનના ગલ્લે બંદૂક આપી હોવાનું જણાવ્યું ત્યાં પણ બંદૂક ન મળતા રતનપર રહેણાંક મકાનમાં બંધુક છુપાવી હોવાનું જણાવ્યું ત્યાં પણ પોલીસને સફળતા ન મળી.
આશરે એક વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામ નજીક યુવક ઉપર હુમલો કરી અને તેના ગળામાં પહેરેલો સવા તોલાનો ચેન લુંટી લેવામાં આવ્યો હતો અને હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત હથિયાર પરવાના વાળી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી મહાવીરસિંહ સિંધવ નામના શખ્સ દ્વારા આપવામાં આવી હતી ત્યારે તાજેતરમાં ડ્રગ્સ કેસમાં નિર્દોષ સાબિત થનાર મહાવીરસિંહ સિંધવની અટકાયત કરી