આજ રોજ લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય, બળોલ (ભાલ) ખાતે સનાતન ધર્મનાં પવિત્ર તહેવાર
રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી. આ તહેવારમાં શાળાના આચાર્ય શ્રી જે.જે. મોરી સાહેબ, શાળા ના સિનિયર શિક્ષક શ્રી હરેશભાઈ પરમાર તથા અન્ય શિક્ષક શ્રી સંજયભાઈ, શિક્ષિકા બેન શ્રી પૂજાબેન, સિનિયર ક્લાર્ક શ્રી નરેન્દ્રભાઈ, પ્યુન શ્રી છેલભાઈ વગેરેને વિદ્યાર્થીની દીકરીઓએ રાખડી બાંધી હતી, તો વળી દીકરીઓએ પોતાની સાથે ભણતા ભાઈઓને રાખડી બાંધીને વાતાવરણને પારિવારિક ઉષ્માસભર બનાવી દીધેલું. ખરેખર લાગણીનાં બંધન વાળા આ પવિત્ર રક્ષાબંધનની ક્ષણો આજે યાદગાર બની ગઇ હતી.
@sachin pithva surendranagar