રાજ્ય માં સસ્તા અનાજની દુકાન ના સંચાલકોની વર્ષો જૂની પડતર માંગણીઓ નો હજુ સુધી ઉકેલ નહિ આવતા હવે દિન દયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો ની ધીરજ ખૂટી છે અને હવે સરકાર તેમજ પુરવઠા વિભાગ સામે અસહકાર તેમજ આંદોલન ના શ્રી ગણેશ કર્યા છે તેમની હડતાળ ના કારણે રેશન કાર્ડ ધારકો ને અનાજ મેળવવા તકલીફ પડે તો નવાઈ નહી !!!
પાટણ જિલ્લા ના નવ તાલુકા ના રેશનકાર્ડ સંચાલકો એ તાલુકા કક્ષા એ ગઈકાલે આવેદન આપ્યા બાદ આજે જિલ્લા એસોસિયેશન એ કલેકટર કચેરીએ કલેકટર તેમજ પુરવઠા અધિકારી ને આવેદન આપ્યું હતું
તેમની માંગણીઓ માં 1 ટકા ની ઘટ, 2010 પછી તેમના કમિશન માં વધારો સહિત વિવિધ માંગણીઓ વર્ષો થી પડતર છે અને સરકાર દ્વારા યોગ્ય જવાબ નહિ મળતાં ના છૂટકે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે
પાટણ જિલ્લા ની 507 દુકાન ના 2 લાખ 27 હજાર રેશન કાર્ડ ધારકો ને સપ્ટેમ્બર મહિના થી પુરવઠો નહિ આપીએ તેવી ચીમકી ઉચ્ચારી હતી
આજના આ આવેદન પ્રસંગે સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લા પ્રમુખ તળજાભાઈ દેસાઈ, સહિત સભ્યો તેમજ રેશનકાર્ડ દુકાન ના સંચાલકો હાજર રહ્યા હતા
આ અંગે આજેસંખેશ્વર તાલુકા ના સસ્તા અનાજની દુકાનના સંચાલકો એ પોતાની પડતર માંગણીઓ નો ઉકેલ નહિ આવતા હવે તેઓ સરકાર સામે બાંયો ચઢાવતા આજે હારીજ મામલતદાર ને તેમની પડતર માંગણીઓ ને સરકાર યોગ્ય નિર્ણય લે તેવી લેખિતમાં રજૂઆત કરી આવેદન આપ્યું હતું
અને સરકાર હજુ પણ નહિ જાગે તો અગામી સપ્ટેમ્બર નો રાશન નો જથ્થો નહિ ઉઠાવે અને તેના કારણે ગરીબ લોકો ના ચુલ્લા પર રસોઈ નહિ થાય તો તેની જવાબદારી પુરવઠા વિભાગ ની રહશે તેવું સંચાલકો એ આક્રોશ પૂર્વક જણાવ્યું છે
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8