મોહસીન દાલ, ગોધરા
“મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે નગર પાલિકા શહેરા ખાતે પ્રાંત અધિકારી એન.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પંચપ્રાણ પ્રતિજ્ઞાઓ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ કરવાના કાર્યક્રમોની વિસ્તૃત માહિતિ પાર્થ પટેલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. નોડલ ઓફિસર દ્વારા તા.૯ મી ઓગષ્ટ થી ૧૫મી ઓગષ્ટ સુધી હાજર રહી પ્રચાર પ્રસાર કરવા અને ગ્રામજનોને મેરી મિટ્ટી મેરા દેશ ઝુંબેશમાં જોડાવવા પ્રોત્સાહીત કરવા હાકલ કરવામાં આવી હતી. દેશની સેનામાં ચાલુ કે સેવા નિવૃતિ થયેલા વીર સપૂતોનું સન્માન, શહીદવિરોની યાદમાં સન્માન, આઝાદી કા અમૃત મહોત્સવ ઉપલક્ષમાં ૭૫ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન,કળશ યાત્રામાં ગામની માટીને રાષ્ટ્રીય રાજધાની સુધી પહોંચાડવા, સેલ્ફી પોઇન્ટ દ્વારા સેલ્ફી અપ લોડ કરી રાષ્ટ્ર વિકાસ માટે સંકલ્પ બંધ થઈ પ્રતિજ્ઞા શપથ લેવડાવવા હાકલ કરવામાં આવી હતી.
મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર વિકાસમાં જીલ્લાના તાલુકા પોતાનું ઉત્તમ યોગદાન આપે અને તમામ પ્રકારના કાર્યક્રમો ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરી ગ્રામજનો સહભાગી બની રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનો સિંહ ફાળો આપે તે માટે પ્રાંત ઓફિસર શહેરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાર્થ પટેલ તાલુકા વિકાસ અધિકારી શહેરા, તેજલબેન ચીફ ઓફીસર નગર પાલિકા શહેરા, રાયજીભાઈ નાયક, પ્રમુખ તાલુકા પંચાયત શહેરા, ભારતસિંહ સોલંકી ઉપપ્રમુખ તાલુકા પંચાયત શહેરા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, ગ્રામ પંચાયતોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
“મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે શહેરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Related Posts
Add A Comment