મોરબી વિસ્તારમાં માં આજે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે મોરબી જિલ્લામાં સવારે સાડા દસથી પોણા અગિયાર વાગ્યા વચ્ચે ધૂળની રીતસરની આંધી ચડવાની સાથે તોફાની પવન ફૂંકાયો હતો. અચાનક આવેલ હવામાનમાં પલટાથી લોકો અચંબિત બન્યા હતા. તેમજ કાલે સાંજે વાતાવરણમાં બદલાવ આવતા જોરદાર પવન ફૂંકાયો હતો જેમાં રોડ ઉપર અને વાડી વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હતા. તેમજ મજુરોના છાપરા ઉડી ગયા હતા. ઘરવખરીમાં નુકસાન થયું હતું. જ્યારે આમરણ વિસ્તારમાં એક વાડીમાં મજૂરના બધા જ છાપરા ઉડી જતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. અને ઘરવખરી પણ તૂટીફૂટી ગઈ હતી અને આજે હજુ વાતાવરણમાં બદલાવ છે અને વરસાદ પડે તેવી શક્યતા છે.
@શ્રીકાંત પટેલ, મોરબી